android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar News: છેલ્લા એક વર્ષમાં 18થી વધુ ગુનેગારોને આજીવન કેદ સુધીની સજા ફટકારાઈ : હર્ષ સંઘવી

calendar_todayMarch 3, 2026

Surendranagar News: છેલ્લા એક વર્ષમાં 18થી વધુ ગુનેગારોને આજીવન કેદ સુધીની સજા ફટકારાઈ : હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરેન્દ્રનગરના વડવાળા મંદિર દુધરેજ ધામ ખાતે આયોજિત હોળી મહોત્સવમાં સહભાગી થયા હતા.આ તકે તેમણે હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા કનીરામ બાપુ તેમજ લઘુ મહંત નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

સરકારે ગૌભક્તોની લાગણીનું સન્માન કર્યું

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મંત્રી તરીકે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે મેં ભગવાન વડવાળાના આશીર્વાદ લઈ ગૌમાતા અને ગૌભક્તોની રક્ષાનો સંકલ્પ કર્યો હતો.રાજ્ય સરકાર ગૌહત્યા કરનારા તત્વો માટે અત્યંત કઠોર છે.સરકારના મક્કમ નિર્ધાર અને નક્કર કામગીરીના કારણે છેલ્લા એક વર્ષમાં 18થી વધુ ગૌહત્યારાઓને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા અપાવવામાં આવી છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં થયેલી ગૌ રક્ષા સંબંધિત કામગીરી વિશે વાત કરતા જણાવ્યું કે ગૌ-હત્યા વિરોધી કડક કાયદો લાવીને સરકારે ગૌભક્તોની લાગણીનું સન્માન કર્યું છે.

ગૌરક્ષાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીએ

દુધરેજ યાત્રાધામના વિકાસ અંગે મહત્ત્વની જાહેરાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ દુધરેજ ધામના વિકાસ માટે અગાઉ મંજૂર થયેલા સાડા ચાર કરોડ રૂપિયા ઉપરાંત, બીજા બે કરોડ રૂપિયા એમ કુલ 6.50 કરોડના વિકાસકામો સરકાર દ્વારા કરવામાં આવશે. વધુમાં તેમણે ઉપસ્થિત માલધારી ભાઈ-બહેનો અને ભક્તોને આહવાન કરતાં જણાવ્યું હતું કે,આપણે સૌ સાથે મળીને સનાતન શક્તિને વધુ મજબૂત કરીએ અને ગૌરક્ષાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીએ.


આ પણ વાંચોઃ Ahmedabad: નશાના કાળા કારોબારનો પર્દાફાશ, ANTF એ રિક્ષામાંથી 3000 નશાકારક ગોળીઓ ઝડપી પાડી