android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar News : સુરેન્દ્રનગર તાલુકા કક્ષાનો “ફરિયાદ નિવારણ” કાર્યક્રમ 28 જાન્યુઆરીનાં રોજ યોજાશે

calendar_todayJanuary 7, 2026

Surendranagar News : સુરેન્દ્રનગર તાલુકા કક્ષાનો “ફરિયાદ નિવારણ” કાર્યક્રમ 28 જાન્યુઆરીનાં રોજ યોજાશે

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તા.૧૦ સુધીમાં swagat.gujarat.gov.in વેબ સાઈટ પર સાંજના ૧૮.૦૦ કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ આવેલી અરજીઓ "ફરિયાદ નિવારણ કાર્યક્રમ"માં સમાવિષ્ટ કરવામાં આવશે નહી.

તમામ આધારોની પીડીએફ ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની રહેશે

જે રજુઆતો નીચલી કક્ષાએ વારંવાર થઈ હોય અને તેનું નિરાકરણ થઈ આવતું ન હોય તેવી અરજીઓ આ કાર્યક્રમમાં સમાવેશ કરવાની થતી હોવાથી જે તે સબંધિત કચેરી તરફથી યોગ્ય પ્રત્યુત્તર મળેલ ન હોય તો તેના આધારો સાથે ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં ઓનલાઈન અરજી કરી તે તમામ આધારોની પી.ડી.એફ. ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની રહેશે. અલગ-અલગ વિષય દર્શાવતાં પ્રશ્નો માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે. એક અરજદાર વધુમાં વધુ બે પ્રશ્નો જ રજૂ કરી શકાશે. બે કરતા વધુ પ્રશ્નો રજૂ થશે તો તેવા પ્રસંગે ફકત પ્રથમ રજૂ થયેલા બે પ્રશ્નો જ માન્ય ગણાશે. અરજદારે ઓનલાઈન અરજી કરી હોય તે તમામ આધારોની પીડીએફ ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની રહેશે.

આંતરિક તકરાર, સેવાને લગતી અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં

સરકારી કર્મચારીઓની સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેન્કિંગ અંગેના પ્રશ્નો કે ભૂકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે નહીં. વધુમાં, તારીખ વિત્યા પછીની કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજુઆતવાળી એક કરતાં વધુ શાખાના પ્રશ્નો હોય તેવી, સુવાચ્યઓ ન હોય તેવી, નામ, સરનામા વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરિક તકરાર, સેવાને લગતી અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. જેની અરજદારોને નોંધ લેવા સુરેન્દ્રનગર શહેર મામલતદાર આર.કે.પંચાલની યાદીમાં જણાવાયું છે.


આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના 9 કેસ પોઝિટિવ અને 37 કેસ શંકાસ્પદ, ધાનેરા પંથક ચેપગ્રસ્ત જાહેર થવાની સંભાવના