android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagra: સુખભાદર નદીમાંથી રેતી ચોરીના કરતૂતનો પર્દાફાશ

calendar_todayMay 11, 2026

Surendranagra: સુખભાદર નદીમાંથી રેતી ચોરીના કરતૂતનો પર્દાફાશ

ચોટીલાના તાલુકાના છેવાડા ચીરોડા(ભાદર)ગામની નદીમાં ચોટીલા ડેપ્યુટી કલેકટરે રેડ કરી ગેરકાયદેસર રેતીચોરીનુ કૌભાંડ ઝડપી કાળી રેતી સહિત સાધનો વાહનો સાથે 71 લાખ રૂપીયાનો મુદમાલ ઝડપી બે શખ્સો દ્વારા કાળી રેતીચોરી કરતા હોવાનો ખુલાસો કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ચોટીલા તાલુકાના ચીરોડા(ભાદર)ગામની સુખભાદર નદીમાંથી મોડી રાતે દરરોજ કાળીરેતીની ગેરકાયદેર ખનીજચોરી થતી હોવાની ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણાને માહીતી મળી હતી.ડેપ્યુટી કલેકટરે સ્ટાફ સાથે મોડી રાત્રે નદીના પટમાં રેડ કરી હતી.રેડ દરમ્યાન કાળીરેતી ચોરી કરતું એક ડમ્પર,લોડર,ટ્રોલી સાથે ટ્રેકટર,રેતીનો ચારણો અને 120 મેટ્રીકટન કાળી રેતી સહિતનો 71.32 લાખ રૂપીયાનો મુદમાલ જપ્ત કર્યો હતો.બીજી તરફ ચીરોડા(ભાદર) ગામના જોગીદાસ ભુરાભાઇ ખાચર અને જશદણના જેસાભાઇ ભરવાડ આ રેતીચોરી કર્યાનું ખુલ્યુ હતુ.આમ ડેપ્યુટી કલેકટરે ચૂંટણીમાંથી ફ્રી થતાની સાથે જ ગેરકાયદેસર ખનીજચોરી ઉપર સકંજો કસવાનુ શરૂ કરતા ખનીજચોરી કરતા માફીયાઓમાં ફફળાટ વ્યાપી ગયેલ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો