calendar_todayApril 20, 2026
Talod: તલોદમાં નિર્માણ થનારા રોડનું ખાતમુહૂર્ત કરાયું
તલોદ : તલોદ પાલિકા વિસ્તારમાં રવિવારે પાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા અને શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ ગજ્જરના હસ્તે ગંગારામની ઘંટીથી તલોદ મઠ સુધીના નવા રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રોડના નવિનીકરણ માટે કુલ અંદાજિત ખર્ચ 1,45,81,716 રાખવામાં આવ્યો છે. રોડના નિર્માણથી વિસ્તારના રહેવાસીઓને સગવડતા મળશે તેમજ ટ્રાફ્કિ વ્યવસ્થા સુધરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો અને નગરજનો હાજર રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો