android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Tamil Nadu election Results 2026 :  TVK ના મેનિફેસ્ટોએ મચાવી ધૂમ, થલાપતિ વિજયના આ 7 વચનોએ લોકોના જીત્યા દિલ

calendar_todayMay 4, 2026

Tamil Nadu election Results 2026 : TVK ના મેનિફેસ્ટોએ મચાવી ધૂમ, થલાપતિ વિજયના આ 7 વચનોએ લોકોના જીત્યા દિલ

તમિલનાડુના લોકપ્રિય અભિનેતા વિજયના રાજકારણમાં પ્રવેશથી રાજ્યના રાજકીય સમીકરણો ધરખમ રીતે બદલાઈ રહ્યા છે. તેમની નવી રચાયેલી પાર્ટી 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) એ તેની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં જે પ્રકારે મજબૂત પકડ જમાવી છે, તેની પાછળ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા 7 વચનો મુખ્ય કારણ માનવામાં આવે છે. આ વચનોએ સીધી રીતે મહિલાઓ, યુવાનો અને ખેડૂતોના દિલ જીતી લીધા છે.

મહિલા સશક્તિકરણ અને આર્થિક સહાય

ટીવીકેનું સૌથી મોટું આકર્ષણ 'માધિપુમિગુ મગાલીર થિટ્ટમ' યોજના છે. જે અંતર્ગત 60 વર્ષ સુધીની ઉંમરના પરિવારના મહિલા વડાઓને દર મહિને ₹2500 ની રોકડ સહાય આપવાનું વચન અપાયું છે. આ ઉપરાંત, 'વેત્રી પયનમ થિટ્ટમ' હેઠળ મહિલાઓ માટે સરકારી બસોમાં મફત મુસાફરીની પણ જાહેરાત કરવામાં આવી છે.

 ઘરના ખર્ચમાં રાહત અને લગ્ન સહાય

સામાન્ય પરિવારોને મોંઘવારીમાંથી મુક્તિ અપાવવા 'અન્નપૂર્ણા સુપર સિક્સ' યોજના હેઠળ દર વર્ષે 6 મફત LPG સિલિન્ડર આપવાનું વચન અપાયું છે. લગ્ન પ્રસંગે મદદરૂપ થવા 'અન્નન સીર થિટ્ટમ' યોજના હેઠળ બહેન-દીકરીઓના લગ્નમાં 8 ગ્રામ સોનું અને રેશમી સાડીઓ ભેટ આપવાની જાહેરાત લોકોમાં ખૂબ ચર્ચાસ્પદ બની છે.

શિક્ષણ અને યુવા રોજગાર

શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા 'કામરાજર કાલવી ઉરુધિ થિટ્ટમ' હેઠળ ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓને દર વર્ષે ₹15,000 ની ગ્રાન્ટ આપવાનું નક્કી કરાયું છે. બેરોજગાર યુવાનો માટે સ્નાતકોને માસિક ₹4000 અને ડિપ્લોમા ધારકોને ₹2500 નું ભથ્થું આપવાનું વચન યુવા મતોને ખેંચવામાં સફળ રહ્યું છે.

ખેડૂતો માટે દેવા માફી

ખેતી ક્ષેત્રે રાહત આપતા વિજયે જાહેરાત કરી છે કે 5 એકર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે, જ્યારે ૫ એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોનું 50 % દેવું માફ કરાશે. આ સીધા લાભો અને જનકલ્યાણની યોજનાઓએ TVK ને રાજ્યમાં એક શક્તિશાળી વિકલ્પ તરીકે ઉભો કર્યો છે. અભિનેતા વિજયની આ વ્યૂહરચનાએ પરંપરાગત પક્ષો માટે મોટો પડકાર ઉભો કર્યો છે અને તેમને તમિલનાડુના રાજકારણમાં એક ગંભીર અને મજબૂત ખેલાડી તરીકે સ્થાપિત કર્યા છે.

આ પણ વાંચોઃ Tamil Nadu election Results 2026 : સુપરસ્ટાર વિજયની એન્ટ્રીથી બદલાયા સમીકરણો, આ હોટ સીટ્સ પર દરેકની નજર!