android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Tamil Nadu election Results 2026 : તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ, અભિનેતા વિજય થલાપતિની પાર્ટી TVK 74 બેઠકો પર આગળ

calendar_todayMay 4, 2026

Tamil Nadu election Results 2026 : તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ, અભિનેતા વિજય થલાપતિની પાર્ટી TVK 74 બેઠકો પર આગળ

ભારતમાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર આજે સૌની નજર છે. 4 મેના રોજ અસમ,  અસમ, કેરલમ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની તમામ વિધાનસભા બેઠકોની મતગણતરિ શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર રાજકીય વિશ્લેષકો નજર રાખી રહ્યા છે. દરમિયાન અત્યાર 10. વાગ્યા સુધી ચાલતી મતગણતરિના પરિણામોમાં તમિલનાડુમાં મોટો ઉથલપાથલ જોવા મળ્યો છે. સાઉથના ફેમસ અભિનેતા વિજયની પાર્ટી, TVK, 74 બેઠકો પર આગળ છે, જ્યારે ડીએમકે 51 બેઠકો પર આગળ છે. એડીએમકે 44 બેઠકો પર આગળ છે. તમિલનાડુના રાજકારણમાં અભિનેતા વિજય થલાપતિ શાનદાર પદાર્પણ કરી રહ્યા છે.

વિજયની પાર્ટીનું તમિલનાડુમાં અદ્ભુત પ્રદર્શન

અભિનેતા વિજયની પાર્ટી, TVK, તમિલનાડુમાં અદ્ભુત પ્રદર્શન કરી રહી હોય તેવું લાગે છે. શરૂઆતના વલણો દર્શાવે છે કે સ્ટાલિનની DMK 59 બેઠકો પર આગળ છે, જ્યારે TVK 81 બેઠકો પર આગળ છે. મત ગણતરી માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 23 એપ્રિલે યોજાયેલી તમિલનાડુ વિધાનસભાની એક તબક્કાની ચૂંટણીમાં, બધી 234 બેઠકો પર કુલ 84.93 ટકા મતદાન થયું હતું. તમિલનાડુમાં, શરૂઆતના વલણોમાં DMK 24 બેઠકો પર, ADMK 3 બેઠકો પર અને TVK 4 બેઠકો પર આગળ હતી. પરંતુ જેમ જેમ મતગણતરી થવા લાગી તેમ વિજયની પાર્ટી આગળ નીકળતી દેખાય છે. તમિલનાડુમાં TVK ની આ એન્ટ્રીએ વર્ષોથી ચાલતા DMK-AIADMK ના સમીકરણોને ચોક્કસપણે હચમચાવી દીધા છે.

તમિલનાડુના રાજકારણમાં જોવા મળશે મોટો ઉલટફેર

વિધાનસભા ચૂંટણી 2026માં અભિનેતા વિજયની પાર્ટી  ટ્રેન્ડ્સમાં છે.  વિજયની પાર્ટી સ્થિર લીડ જાળવી રાખતા TVK ની બેઠકોની સંખ્યા 80 પર પહોંચી ગઈ છે. દરમિયાન, DMK 59 બેઠકો પર સરકી ગયું છે. ADMK 44 બેઠકો પર આગળ હોવાનું કહેવાય છે. સવારના 9.00 વાગ્યા સુધીના સામે આવેલા પરિણામોમાં તમિલનાડુમાં CM સ્ટાલિનના DMK ની લીડ હવે 75 બેઠકો પર પહોંચી ગઈ છે. TVK 44 બેઠકો પર આગળ છે. ADMK ગઠબંધન 21 બેઠકો પર આગળ છે. અહીં, 234 બેઠકોમાંથી 139 બેઠકો માટે વલણો બહાર આવ્યા છે. અભિનેતા વિજયની પાર્ટી TVK તમિલનાડુમાં અજાયબીઓ કરી રહી હોય તેવું લાગે છે. ટ્રેન્ડ્સમાં, TVK 26 બેઠકો પર આગળ છે. તે જ સમયે, DMK 61 બેઠકો પર આગળ છે.

વિજયની પાર્ટીની ચૂંટણીમાં આગેકૂચ

તમિલનાડુમાં, શરૂઆતના વલણો આવવા લાગ્યા છે. પોસ્ટલ બેલેટની ગણતરીમાં શરૂઆતના વલણોમાં CM સ્ટાલિનની DMK પાંચ બેઠકો પર અને વિજયની TVK ત્રણ બેઠકો પર આગળ હતા. પરંતુ ધીરે ધીરે ચિત્ર બદલાયું. 10.00 વાગ્યા સુધીમાં વિજયની પાર્ટી તમિલનાડુમાં શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી છે.  સીએમ સ્ટાલિન સહિત 31 મંત્રીઓ હાલના વલણોમાં પાછળ ચાલી રહ્યા છે. તમિલનાડુમાં 234 વિધાનસભા બેઠકો માટે 23 એપ્રિલે મતદાન થયું હતું. અભિનેતા વિજય થલાપતિની રાજકારણમાં એન્ટ્રીથી સમગ્ર ચિત્ર બદલાયું.


આ પણ વાંચો : Election Results 2026: બંગાળથી આસામ કેરળથી તમિલનાડુ કોની થશે જીત, ફલોદી સટ્ટા બજાર ચર્ચામાં