android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Tamilnadu : ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, મોતનો આંકડો વધીને 23 પર પહોંચ્યો

calendar_todayApril 19, 2026

Tamilnadu : ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, મોતનો આંકડો વધીને 23 પર પહોંચ્યો

તમિલનાડુમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે. વિરૂધુનગર જિલ્લાના કટ્ટનરપટ્ટી ગામે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતા ભયાનક હોનારત સર્જાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં કુલ 23 શ્રમિકોના કમકમાટીભર્યા મોત થયા છે, જેમાં 16 મહિલાઓનો સમાવેશ થાય છે. અનેક શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.


ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા

મળતી માહિતી અનુસાર ફેક્ટરીમાં કામ દરમિયાન રસાયણોના ઘર્ષણને કારણે અચાનક આગ લાગી હતી, જે થોડા જ સમયમાં ભીષણ વિસ્ફોટમાં પરિવર્તિત થઈ ગઈ. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો અને આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા. ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો ભયભીત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ

બચાવ કામગીરી દરમિયાન કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. પ્રારંભિક તપાસમાં ફેક્ટરીમાં સુરક્ષા નિયમોના પાલનમાં બેદરકારી સામે આવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે મૃતકોના પરિવારોમાં રોષ અને દુઃખની લાગણી ફાટી નીકળી છે.


આ પણ વાંચો : Odishaમાં દેશની પ્રથમ એડવાન્સ્ડ 3D સેમિકંડક્ટર પેકેજિંગ યૂનિટની શરૂઆત