calendar_todayMay 4, 2026
Tamilnadu Election Result 2026: શું વિજય થલાપતિ બનશે કિંગમેકર, જાણો જન નાયકથી રાજકારણમાં પ્રવેશની સફર પર એક નજર
ભારતના દક્ષિણ રાજ્ય તમિલનાડુમાં એક વિચિત્ર રાજકીય પરંપરા જોવા મળી છે. અંહી સિનેમા ફક્ત મનોરંજન જ નથી કરતું, તે શાસન પણ કરે છે. અહીં અનેક દિગ્ગજ રાજકારણીઓ પહેલા સિનેમાનો હિસ્સો રહી ચૂકયા છે. જયલલિતાથી લઈને રજનીકાંત , કમલ હાસન, ખુશ્બુ અને વિજય થલાપતિ જેવા સ્ટાર્સે રાજકારણમાં પ્રવેશ કરતાં તમિલનાડુની રાજનીતિ બદલાઈ છે. એમજીઆર અને જયલલિતા મુખ્યમંત્રી બન્યા હતા જયારે હાલમાં તમિલનાડુમાં થલાપતિ વિજય રાજકારણમાં પ્રવેશ કરતા 2026ની વિધાનસભા ચૂંટણીના સમીકરણો બદલાયા છે. આજે તમિલનાડુના વલણો સામે આવી રહ્યા છે. જેમાં અભિનેતા થલાપતિ વિજયની પાર્ટી TMK શાનદાર પ્રદર્શન કરતા આગળ ચાલી રહી છે. ત્યારે જાણીએ સુપરસ્ટારથી જન નાયકન અભિનેતા વિજયની રાજકીય સફર વિશે.
2024માં થલાપતિ વિજયની રાજકારણાં એન્ટ્રી
તમિલ સુપરસ્ટાર સી જોસેફ વિજય "થલાપતિ" તરીકે લોકપ્રિય છે. અભિનેતાએ સુપરસ્ટાર તરીકે અનેક હિટ ફિલ્મો આપી. જો કે તેમણે 2024 માં વિજય થલાપતિએ મોટી જાહેરાત કરતાં પોતાના ફેન્સને મોટો આંચકો આપ્યો. 2024માં વિજય થલાપતિએ પોતાનો રાજકીય પક્ષ, તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) શરૂ કર્યો અને તરત જ જાહેરાત કરી કે તેઓ પૂર્ણ-સમય રાજકારણમાં જોડાવા માટે ફિલ્મોમાંથી નિવૃત્તિ લેશે. તેમણે જણાવ્યું હતું કે આ મહિને તેમની આગામી ફિલ્મ, જાના નાયગન (ધ પીપલ્સ હીરો), તેમની અંતિમ ફિલ્મ છે. 2 ફેબ્રુઆરી, 2024 ના રોજ તમિલનાડુમાં વૈકલ્પિક રાજકીય બળ તરીકે કાર્ય કરવા માટે TVK ની જાહેરાત કરી. રાજકારણમાં તેમના પ્રવેશને તેમના વ્યાપક ફેન ક્લબ, વિજય મક્કલ ઇયક્કમ (VMI) ના રાજકીય સંગઠનમાં રૂપાંતર દ્વારા સમર્થન મળ્યું છે.
વિજયનો રાજકારણમાં જોડાવવાનો શું ઉદેશ્ય
રાજકારણમાં જોડવવાને લઈને વિજયનો તર્ક સ્પષ્ટ હતો. અભિનેતાનું માનવું છે કે રાજકારણ એવી વસ્તુ નથી જેમાં કોઈ ભાગ ના લઈ શકે. રાજ્યનો રાજકીય ઇતિહાસ આ ગણતરીને સમર્થન આપે છે. રાજકારણમાં પ્રવેશ સાથે વિજય થલાપતિએ સ્પષ્ટતા કરી કે તેમની પાર્ટી ટીવીકે ધર્મનિરપેક્ષતા, સામાજિક સમાનતા, વહીવટી કાર્યક્ષમતા અને બે ભાષા નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે યુવા અને કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્થાપિત દ્રવિડ પક્ષો સામે પોતાને સ્થાન આપ્યું છે. ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં તમામ ૨૩૩ બેઠકો પર ચૂંટણી લડવાની યોજના ધરાવે છે. થલાપતિ વિજયે કહ્યું કે તેમનો રાજકારણો જોડાવવાનો ઉદેશ્ય લોકોની સેવા કરવાનો છે.
થલાપતિએ વૈભવી જીવન છોડી રાજકારણમાં
આ વર્ષે, વિજય પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. તેમણે પોતાની પાર્ટી, તમિલગા વેટ્ટી કઝગમ (ટીવીકે) બનાવી છે અને સીધા સત્તા માટે મેદાનમાં ઉતર્યા છે. પોતાના ભાષણમાં, વિજયે કહ્યું કે તેમણે પોતાનું વૈભવી જીવન છોડી દીધું છે અને લોકો માટે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમણે દાવો કર્યો કે ચૂંટણી તેમની પાર્ટી અને શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) વચ્ચે સીધી સ્પર્ધા હતી, જેમાં CPI(M) નેતા એમકે સ્ટાલિન પણ સામેલ છે. તમિલનાડુમાં જો થલાપતિ વિજયને બહમુત મળશે તો ફરી સ્પષ્ટ થશે કે સિનેમાથી રાજકારણનો સંબંધ વધુ ગાઢ હોય છે.
વિજય થલાપતિની શૈક્ષણિક અને ફિલ્મી કારર્કિદી
52 વર્ષીય વિજયે પોતાના સોગંદનામામાં જણાવ્યું હતું કે તેમણે ૧૦મું અને ૧૨મું ધોરણ ખાનગી રીતે પાસ કર્યું છે. તેમણે ૧૯૯૨માં ચેન્નાઈની લોયોલા કોલેજમાં બીએસસી પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ તેમનો અભ્યાસ પૂર્ણ થયો ન હતો. વધુમાં, તેમનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી અને તેમને ક્યારેય કોઈ ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા નથી. વિજયે ૧૯૮૦ના દાયકામાં બાળ કલાકાર તરીકે શરૂઆત કરી હતી અને ૧૯૯૨માં તેના માતાપિતા - ફિલ્મ નિર્માતા એસ.એ. ચંદ્રશેખર અને ગાયિકા-લેખિકા શોબા ચંદ્રશેખર - દ્વારા નાલૈયા થિર્પુ ફિલ્મથી મુખ્ય અભિનેતા તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ ફ્લોપ ગઈ, પણ તેની કારકિર્દી નિષ્ફળ ગઈ.