android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Thalapathy Vijay:તમિલનાડુમાં વિજયના મુખ્યમંત્રી બનવાનો માર્ગ સાફ, 121 ધારાસભ્યોનું સમર્થન

calendar_todayMay 8, 2026

Thalapathy Vijay:તમિલનાડુમાં વિજયના મુખ્યમંત્રી બનવાનો માર્ગ સાફ, 121 ધારાસભ્યોનું સમર્થન

તમિલનાડુમાં ટીવીકે (TVK) સૌથી મોટી પાર્ટી છે, પરંતુ તેમની પાસે બહુમતી નથી. આવી સ્થિતિમાં, તેઓ નાની પાર્ટીઓના સમર્થનથી સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે ત્રણ પક્ષો તેમને સમર્થન આપવા તૈયાર થયા છે.

વિજયનો મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો

તમિલનાડુમાં ટીવીકે પ્રમુખ વિજયના મુખ્યમંત્રી બનવાનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. સીપીએમ (CPM), સીપીઆઈ (CPI) અને વીસીકે (VCK) તેમને સમર્થન આપવા માટે તૈયાર થઈ ગયા છે. તેમની પાસે કુલ 121 ધારાસભ્યોનું સમર્થન છે, જ્યારે બહુમતી માટે 118 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. વિજયે રાજ્યપાલ સાથે ત્રીજી વખત મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. વિજયે 121 ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપવા માટે તૈયાર કર્યો છે.આ પત્રમાં વિજયની પાર્ટીના 107 ધારાસભ્યો, કોંગ્રેસના 5, સીપીએમ (CPM) ના 2, સીપીઆઈ (CPI) ના 2, વીસીકે (VCK) ના 2, આઈયુએમએલ (IUML) ના 2 અને એએમએમકે (AMMK) ના 1 ધારાસભ્યના સમર્થનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 બહુમતીનો આંકડો 118  રહેશે

234 વિધાનસભા બેઠકો ધરાવતા તમિલનાડુમાં ટીવીકે 108 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી છે, પરંતુ વિજય બે બેઠકો પર જીત્યા છે. આવી સ્થિતિમાં, તેમણે એક બેઠક છોડવી પડશે અને તેમની પાર્ટી પાસે 107 બેઠકો જ બચશે. કુલ ધારાસભ્યોની સંખ્યા 233 હોવા છતાં બહુમતીનો આંકડો 118 જ રહેશે. આ સંજોગોમાં ટીવીકેને 11 ધારાસભ્યોના સમર્થનની જરૂર હતી. તેમની પાસે કોંગ્રેસના 5 ધારાસભ્યોનું સમર્થન હતું અને બીજા 6 ધારાસભ્યોની જરૂર હતી. હવે તેમણે 9 ધારાસભ્યોનું સમર્થન મેળવી લીધું છે.

વિપક્ષમાં રહેશે ડીએમકે

2026ની વિધાનસભા ચૂંટણીમાં સીપીએમ, સીપીઆઈ અને વીસીકેએ 2-2 બેઠકો જીતી છે. આ ત્રણેય પક્ષોના સમર્થનથી વિજય સરકાર બનાવી લેશે. આ પરિસ્થિતિમાં 59 બેઠકો જીતનાર ડીએમકે (DMK) અને 47 બેઠકો જીતનાર એઆઈડીએમકે (AIADMK) બંને વિપક્ષમાં રહેશે. સીપીઆઈ અને સીપીએમએ તેમના બે ધારાસભ્યોના સમર્થનનો પત્ર ટીવીકે નેતા સીટીઆર નિર્મલ કુમારને સોંપી દીધો છે.

આ પણ વાંચો:TamilNadu:તમિલનાડુમાં 'થલાપતિ' યુગનો પ્રારંભ,9 મેના વિજય મુખ્યમંત્રી તરીકે શપથ લેશે