calendar_todayFebruary 2, 2026
Union Budget 2026 : બજેટ પર ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની પ્રેસ કોન્ફરન્સ, આ બજેટ વિકસિત ભારતની બ્લુ પ્રિન્ટ છે, સામાન્ય માણસને સર્વાંગી લાભ મળશે
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટને લઈ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે દેશ લાંબા ગાળાનું વિચારીને આગળ વધી રહ્યો છે અને આ બજેટ ‘રિફોર્મ એક્સપ્રેસ’ને આગળ ધપાવતું બજેટ છે.
સર્વાંગી અને સર્વસમાવેશક બજેટ રજૂ કર્યું
પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે નાણામંત્રીએ સર્વાંગી અને સર્વસમાવેશક બજેટ રજૂ કર્યું છે. બજેટમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રોને સ્પર્શતી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ખાસ કરીને ટેક્સટાઇલ ક્ષેત્રને વેગ આપવા માટે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.
બજેટ નારી, કિસાન, શ્રમિક અને યુવા શક્તિને સમર્પિત
તેમણે કહ્યું કે આ બજેટ નારી, કિસાન, શ્રમિક અને યુવા શક્તિને સમર્પિત છે. મેન્યુફેક્ચરિંગ અને ટેક્સટાઇલ ક્ષેત્ર વધુ મજબૂત બનશે, જેનાથી રોજગારની તકોમાં વધારો થશે.
ટિયર-2 અને ટિયર-3 શહેરોનો વિકાસ વધુ વેગવંતો બનશે
મ્યુનિસિપલ બોન્ડ માટે થયેલી જાહેરાતનો શહેરી વિકાસમાં મોટો લાભ મળશે તેમ જણાવી તેમણે કહ્યું કે ટિયર-2 અને ટિયર-3 શહેરોનો વિકાસ વધુ વેગવંતો બનશે.
બજેટને આગામી 25 વર્ષનો રોડ મેપ ગણાવ્યો
પ્રદેશ અધ્યક્ષે બજેટને આગામી 25 વર્ષનો રોડ મેપ ગણાવ્યો અને કહ્યું કે આ બજેટ વિકસિત ભારતની બ્લુ પ્રિન્ટ છે. સામાન્ય માણસને આ બજેટનો સર્વાંગી લાભ મળશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો.
આ પણ વાંચો---- Gujarat Weather : આગામી 24 કલાક મધ્ય-ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું