android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Union Budget 2026: કૃષિ ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યા 1,62,671 કરોડ

calendar_todayFebruary 1, 2026

Union Budget 2026: કૃષિ ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યા 1,62,671 કરોડ

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રવિવારના રોજ રજૂ કર્યું છે. કેન્દ્રીય બજેટ 2026-27 માં કૃષિ ક્ષેત્ર માટે 1,62,671 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જે ગત વર્ષ કરતા 7 ટકા વધુ છે. આ બજેટમાં ખેતીને આધુનિક બનાવવા અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે હાઈ-વેલ્યુ પાકો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર મોટો દાવ ખેલવામાં આવ્યો છે.

ચંદન, કાજુ અને નાળિયેર પર વિશેષ ભાર

સરકારે પરંપરાગત ખેતીની સાથે કિંમતી પાકોને પ્રોત્સાહન આપવા માટે 'નાળિયેર પ્રોત્સાહન યોજના' જાહેર કરી છે. આ ઉપરાંત, ભારતીય કાજુ અને કોકોને 2030 સુધીમાં ગ્લોબલ બ્રાન્ડ બનાવવા અને ચંદનની ખેતી દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે રાજ્યો સાથે ભાગીદારી કરવામાં આવશે. પહાડી વિસ્તારોમાં અખરોટ અને બદામના ઉત્પાદન માટે પણ ખાસ જોગવાઈ કરાઈ છે.

'ભારત વિસ્તાર' AI ટૂલ: ખેડૂતોનો નવો મિત્ર

નાણામંત્રીએ 'ભારત વિસ્તાર' (Bharat Vistaar) નામનું બહુભાષી AI પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ટૂલ સ્થાનિક બોલીમાં ખેડૂતોને હવામાન, જમીનનું સ્વાસ્થ્ય અને પાકના રોગો વિશે રીઅલ-ટાઇમ સલાહ આપશે. તે ICAR ના વૈજ્ઞાનિક ડેટાને સીધો ખેડૂતોના મોબાઈલ સુધી પહોંચાડશે.

મહિલા ખેડૂતો અને કિસાન ક્રેડિટ કાર્ડ

વર્ષ 2026 ને 'ઇન્ટરનેશનલ યર ઓફ વુમન ફાર્મર' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેથી મહિલા ખેડૂતોને સરળતાથી લોન મળે તે માટે વિશેષ પ્રોત્સાહન અપાશે. કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ની મર્યાદા રૂપિયા 3 લાખથી વધારીને રૂપિયા 5 લાખ કરવાનો પણ પ્રસ્તાવ છે.


આ પણ વાંચો - Budget 2026 Live Updates : બજેટમાં નાના શહેરો પર વધુ ધ્યાન આપવામાં આવ્યું: PM