calendar_todayMay 1, 2026
UP News : યુપીમાં વરસાદ અને વીજળી પડવાથી ભારે તબાહી, 24 લોકોનાં મોત
છેલ્લા બે દિવસથી હવામાનમાં આવેલા ફેરફારને કારણે રાજ્યમાં 24 લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. ઉપરાંત, 16 પશુઓના પણ મૃત્યુ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘાયલોને યોગ્ય સારવાર મળે તે માટે અધિકારીઓને સૂચના આપી છે. તેમણે ભારે વરસાદથી થયેલા જાનહાનિ, પશુહાનિ અને ઘાયલોને 24 કલાકની અંદર વળતર આપવા માટે પણ આદેશ આપ્યો છે. સીએમએ સ્પષ્ટ કહ્યું છે કે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
ઓલાવર્ષા(કરાપડવા) થી ખેડૂતોને મોટું નુકસાન
એક નિવેદન મુજબ, ઉત્તર પ્રદેશમાં બિનમોસમી વરસાદ અને ઓલાવર્ષાથી ઘણા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. બુધવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં અટકાઅટક વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પાકને નુકસાન થયું છે. ખેડૂતોને રાહત મળે તે માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વળતર આપવાનો આદેશ કર્યો છે.
પ્રભાવિતોને વળતર આપવા સૂચના
નિવેદન મુજબ જાનહાનિ, પશુહાનિ, ઘાયલો અને આપત્તિથી પ્રભાવિત લોકો તેમજ ખેડૂતોને વળતર આપવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે વળતર આપવા મામલે કોઈપણ સ્તરે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી અધિકારીઓને એલર્ટ મોડ પર રહેવા જણાવ્યું છે. એક તરફ વરસાદે ગરમીથી રાહત આપી છે, તો બીજી તરફ ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે.
આ પણ વાંચો: West Bengal Elections: સ્ટ્રોંગ રૂમમાં મમતા બેનર્જી લગાવ્યા ગંભીર આરોપ, જાણો ચૂંટણી પંચે શું કહ્યુ?