android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
UPI Charges : સૌથી વધુ ફાયદો કોને થશે...સરકાર, બેંક કે એપ્લિકેશન્સને, કોની ઝોલી વધુ ભરાશે?

calendar_todaySeptember 16, 2026

UPI Charges : સૌથી વધુ ફાયદો કોને થશે...સરકાર, બેંક કે એપ્લિકેશન્સને, કોની ઝોલી વધુ ભરાશે?

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ લાગુ કરવાના પ્રસ્તાવ બાદ નાણાકીય જગતમાં મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ મામલે મુખ્ય બ્રોકરેજ ફર્મોનો અંદાજ છે કે તેનાથી આશરે ₹22,000 કરોડ સુધીની વાર્ષિક આવક ઊભી થઈ શકે છે. જો કે, સૌથી મોટો સવાલ એ છે કે આ વિશાળ કમાણીનો સિંહફિસ્સો કોને મળશે - બેંકોને, પેમેન્ટ એપ્સને કે સરકારને?

UPIને ટકાઉ મોડેલ બનાવવાનો પ્રયાસ

EY ઇન્ડિયાના પેમેન્ટ્સ સેક્ટર લીડર રણદુર્જય તાલુકદાર અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) માને છે કે આ નવું માળખું UPIને સબસિડી-આધારિત મોડેલમાંથી બહાર કાઢીને વધુ મજબૂત અને ટકાઉ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ લઈ જશે. તેનાથી બેંકો અને ફિનટેક કંપનીઓને સાયબર સુરક્ષા, તકનીકી અપગ્રેડેશન અને ગ્રાહક સેવાઓ સુધારવા માટે પૂરતા સંસાધનો મળી રહેશે.

MDR ચાર્જનું ગણિત અને કમાણીની વહેંચણી

ઘણા લોકો માને છે કે Google Pay, PhonePe અને Paytm જેવી લોકપ્રિય UPI એપ્સને આનો સૌથી મોટો ફાયદો થશે. પરંતુ વાસ્તવિક ગણિત અલગ જ તસવીર રજૂ કરે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક ₹5,000 ની ખરીદી પર 0.4% ના દરે ₹20 MDR ચાર્જ ચૂકવે છે, તો તે દુકાનદાર દ્વારા આપવામાં આવે છે. આ રકમ વિવિધ હિસ્સેદારો વચ્ચે નિયત પર્સન્ટેજ મુજબ વહેંચવામાં આવે છે:

ગ્રાહકનું ખાતું ધરાવતી બેંકને સૌથી વધુ એટલે કે 40% (₹8) હિસ્સો મળે છે.

વેપારીનું ખાતું ધરાવતી બેંકને 30% (₹૬) હિસ્સો મળે છે.

PSP (પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર) બેંકને 10% (₹૨) મળે છે.

Google Pay કે PhonePe જેવી પેમેન્ટ એપ્સને 20% (₹4) હિસ્સો મળે છે.

બેંકોને થશે સૌથી મોટો ફાયદો

જેપી મોર્ગન, ગોલ્ડમેન સૅક્સ, UBS અને સિટી જેવી અગ્રણી બ્રોકરેજ ફર્મોનો અંદાજ છે કે ઉદ્યોગનો કુલ આવક પૂલ ₹૧૬,૦૦૦ કરોડથી લઈને ₹૨૨,૦૦૦ કરોડ સુધીનો હોઈ શકે છે. આમાંથી બેંકો 60% થી 80% સુધીનો હિસ્સો પોતાની પાસે રાખી શકે છે. એસબીઆઈ (SBI), એચડીએફસી (HDFC) અને બેંક ઓફ બરોડા જેવી વિશાળ ગ્રાહક બેઝ ધરાવતી બેંકો આમાંથી સૌથી વધુ લાભ મેળવશે.

જ્યારે પેમેન્ટ એપ્સને આમાંથી તુલનાત્મક રીતે ઓછો (લગભગ 20%) હિસ્સો મળશે, તેમ છતાં આ વ્યવસ્થા તેમને નિયમિત અને સ્થિર આવકનો નવો સ્ત્રોત પૂરો પાડશે, જેનાથી તેમનું બિઝનેસ મોડેલ વધુ મજબૂત બનશે.

આ પણ વાંચોઃ Job Promotion: લો બોલો! 3 વાર પ્રમોશન આપ્યું અને આ મહિલાએ ઠુકરાવ્યું, કારણ જાણીને તમે પણ કહેશો હે!