android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara:ભાદરવા ચોકડી વિસ્તારમાંથી રૂા. 1.95 લાખનો દારૂ ઝડપાયો

calendar_todayJanuary 1, 2026

Vadodara:ભાદરવા ચોકડી વિસ્તારમાંથી રૂા. 1.95 લાખનો દારૂ ઝડપાયો

સાવલી નગરમાં ભાદરવા ચોકડી વિસ્તારમાં જિલ્લા એલસીબીની ટીમે બાતમીને આધારે દરોડો પાડીને 909 નંગ વિદેશી દારૂની બોટલો રૂા.1,95,393નો જથ્થો ઝડપીને ફરાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે

સાવલી પોલીસ મથકની હદમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દડો પાડીને ઘરના વાડામાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. ભાદરવા ચોકડી નજીક આવેલા યોગેશ અર્જુનભાઈ માળી (રહે સાવલી ભાદરવા ચોકડી)ના ઘરના વાડામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો ઝડપી પાડી છે. ખાડો ખોદી જમીનમાં છુપાવેલો વિદેશી દારૂની 909 બોટલો રૂા.1,95,393નો મુદ્દામાલ ઝડપીને સાવલી પોલીસ મથકને હવાલે કર્યો છે. જ્યારે જ્યારે પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપી ઘરે હાજર ન હતો. જેના પગલે આરોપી યોગેશ માળીને ફરાર જાહેર કરી ને શોધખોળ શરૂ કરી છે. જિલ્લા એલસીબીના દરોડાથી સાવલી વિસ્તારમાં દારૂના ધંધા સાથે સંકળાયેલ બુટલેગરોમાં ફ્ફ્ડાટ વ્યાપ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો