calendar_todayAugust 21, 2026
Vadodara: મેઢાદની કિશોરીના પરિવારને રૂા.10 લાખની સહાય અર્પણ
પાદરા તાલુકાના મેઢાદ ગામની 12 વર્ષીય કિશોરી હેતલબેન જનકભાઈ રાઠોડીયાનું વિશ્વામિત્રી નદીમાં મગરના હુમલામાં કરુણ મોત નીપજ્યું હતું. મગર કિશોરીને નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. બીજા દિવસે શોધખોળ દરમિયાન કિશોરીનો મૃતદેહ નદીના સામેના કિનારેથી મળ્યો હતો. આ દુઃખદ ઘટનાથી સમગ્ર મેઢાદ ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ, વનવિભાગ, ફયર વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્રની ટીમો દ્વારા શોધખોળ કરીને બીજા દિવસે કિશોરીનો મૃતદેહ શોધીને પાદરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની મુલાકાતમાં વન વિભાગ દ્વારા મૃતક કિશોરીના પરિવારને અંદાજિત રૂા.10 લાખની સહાય મંજૂર કરાઇ હતી. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે પરિવારજનોને રૂા.10 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો