android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodaraના માંજલપુરમાં નવી બનતી સાઈટના 12મા માળેથી યુવાને પડતું મૂકી કર્યો આપઘાત

calendar_todaySeptember 12, 2026

Vadodaraના માંજલપુરમાં નવી બનતી સાઈટના 12મા માળેથી યુવાને પડતું મૂકી કર્યો આપઘાત

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. માંજલપુર સ્થિત 'ફોર્ચ્યુન' નામની નવી બની રહેલી બાંધકામ સાઈટ પરથી એક યુવાને રહસ્યમય સંજોગોમાં નીચે ઝંપલાવ્યું હતું. સાઈટના 12મા માળેથી નીચે પટાકાયેલા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. દિનદહાડે બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી અને સનસનાટી વ્યાપી ગઈ હતી.

રોહન નાર્વેકર તરીકે ઓળખ થઈ 

બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનની ઓળખ 34 વર્ષીય રોહન નાર્વેકર તરીકે થઈ છે, જે શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલી વણીકરની પાગા ખાતે રહેતો હતો. યુવાને અગમ્ય કારણોસર આટલું આત્યંતિક પગલું ભરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Youth commits suicide in Manjalpur, Vadodara

આપઘાતનું ચોક્કસ કારણ અકબંધ

યુવાને કયા કારણોસર સાઈટ પર જઈને આત્મહત્યા કરી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને યુવાનના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે તેમજ આપઘાતનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો