android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara : આજવામાં તસ્કરોનો તરખાટ, અમરદીપ બંગ્લોઝમાં 13 દિવસમાં 4 વખત તસ્કરો ત્રાટક્યા

calendar_todayFebruary 20, 2026

Vadodara : આજવામાં તસ્કરોનો તરખાટ, અમરદીપ બંગ્લોઝમાં 13 દિવસમાં 4 વખત તસ્કરો ત્રાટક્યા

વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી અમરદીપ બંગલોઝ સોસાયટીમાં તસ્કરો દ્વારા વારંવાર ચોરીની ઘટનાઓ અંજામ આપવામાં આવતા રહીશો ભયભીત બન્યા છે. માત્ર 13 દિવસના ગાળામાં ચાર વખત તસ્કરો ત્રાટકતા સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા છે.

અમરદીપ બંગલોઝ સોસાયટીમાં તસ્કરોનો તરખાટ

માહિતી મુજબ, આજવા રોડ પર આવેલી અમરદીપ બંગલોઝ સોસાયટીમાં અજાણ્યા શખ્સોએ રાત્રિના સમયે ઘરોને નિશાન બનાવ્યા હતા. તસ્કરો દ્વારા રોકડ રકમ અને કિંમતી સામાન પર હાથ ફેરવાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા

ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કેટલાક શંકાસ્પદ શખ્સોની હલચલ કેદ થઈ હોવાનું જાણવા મળે છે. સોસાયટીના રહીશોએ આ ફૂટેજ પોલીસને સુપરત કર્યા છે. સતત બનતી ચોરીની ઘટનાઓને કારણે રહીશોમાં ભયનો માહોલ છે અને રાત્રિની ઊંઘ હરામ થઈ ગઈ છે.

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ

સ્થાનિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

તાત્કાલિક કડક પગલાં લેવા માગ

રહીશોએ પોલીસ તંત્રને તાત્કાલિક કડક પગલાં લેવા અને વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાની માંગ કરી છે. સતત ચાર વાર તસ્કરો દ્વારા ચોરી કરાતા જાણે પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકવામાં આવી હોય તેવી ચર્ચા શહેરમાં જોર પકડી રહી છે.


આ પણ વાંચો-----     Gujarat Latest News Live : આજે લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર થશે, સામાજિક આગેવાનો ગૃહમાં રહેશે હાજર