calendar_todayApril 29, 2026
Vadodara: ધી બરોડા સેન્ટ્રલ કો-ઓપ.બૅંકના 144મા સ્થાપના દિવસની ઉજવણી
ધી બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકના 144 માં વર્ષના મંગલ પ્રવેશ દિન, સ્થાપના દિનની ચાંદોદ શાખામાં ઉજવણી કરાઈ હતી. જેમાં ચાંદોદના સરપંચ દિપ્તીબેન સોની, બક્ષીપંચ યુવા મોરચાના નિલેશ માછી નવાપાવાગઢ- નવા માંડવાના નરેન્દ્રસિંહ મહારાજ સહ ચાંદોદ શાખા મેનેજર નરેન્દ્ર પટેલ, લોન ઓફ્સિર જતીન પટેલ બેંકના વહીવટી ઓફ્સિર ચિરાગ પટેલ સહિત સ્ટાફ્ગણ ઉપસ્થિત રહ્યા હતાં. જિલ્લામાં કૃષિ ક્ષેત્ર માટે કરોડરજ્જુ સમાન ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કની સ્થાપના તા.26/4/1913ના રોજ થઈ હતી.બેંકે ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ જાતના કૃષિ ધિરાણ માટે તેમજ કૃષિ ક્ષેત્રના આનુસંગિક જેમ કે દૂધ ઉત્પાદક સ. મંડળી તથા વિવિધ ખરીદ વેચાણ સંઘ સાથે અનેક કૃષિને આવશ્યક માટે બેંક અસરકારક સાબિત થતી રહે છે. વણીયાદના પરસોત્તમભાઈ વસાવા, નાના કરાળાના જસભાઈ પટેલ, નંદેરીયાના સુભાષભાઈ,સણોરના પ્રવીણભાઈ બારીયા, દૂધ ઉત્પાદકના મંત્રીઓ,જ્યારે શિનોર ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ભાસ્કર પુરોહિત તથા રાકેશ પટેલ સણોરના બળદેવસિંહ રણા ઉપસ્થિત રહ્યા હતા. બેંકની જિલ્લામાં 44 બ્રાન્ચો કાર્યરત છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો