android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara: મેવલી-ભમરઘોડા રોડ પર કારમાંથી રૂા.2.61 લાખનો દારૂ ઝડપાયો

calendar_todayApril 13, 2026

Vadodara: મેવલી-ભમરઘોડા રોડ પર કારમાંથી રૂા.2.61 લાખનો દારૂ ઝડપાયો

સાવલી પોલીસે મેવલીથી ભમરઘોડા રોડ પર વિદેશી દારૂની બોટલો 1034 નંગ તેમજ મોબાઇલ અને કાર મળી રૂા.7,71,602નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. અને પોલીસને જોઇને ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે જિલ્લા અધિક્ષકે ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લાના ગુનેગારો બુટલેગરો તેમજ માદક દ્રવ્યોનો ધંધો કરતા તેમજ જૂના ગુનામાં નાસતા ફરતા અને જુગારીઓ તેમજ અલગ-અલગ ગેરકાયદે પ્રવૃત્તિમાં જોડાયેલ ગુનેગારો સામે કડક હાથે કાર્યવાહી કરવાની સૂચના અપાઇ હતી. તેના પગલે સાવલી પીઆઇ કે જે ચૌહાણ એ વિવિધ ટીમો બનાવીને રાઉન્ડ ધ ક્લોક પોતાના તાબાના વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું છે. ત્યારે સાવલી પોલીસની ટીમ રાઉન્ડ અપમાં હતી. ત્યારે બાતમી મળેલ કે એક સફેદ કલરની ક્રેટા કાર જેની આગળ નંબર પ્લેટ નથી અને પાછળના ભાગે નંબર પ્લેટ લાગેલી છે. જેનો નંબર જી જે 23 સી એચ 8423 લખેલ છે. તે પૂર ઝડપે દારૂ ભરીને મેવલીથી ભમ્મર-ઘોડા બાજુ નર્મદા માઇનોર કેનાલ થઈ રસુલપુર તરફ જવાના રસ્તા પર જઈ રહી હતી. તેના આધારે સાવલી પીએસઆઇ વી એ પરમાર તેમજ તેમની ટીમ એ ઉપરોક્ત નંબર વાળી ક્રેટા કારને રોકીને તપાસ કરતા તેમાં વિદેશી દારૂનો બિયરના ટીન નંગ કુલ 1034 ઝડપી પાડયા છે. જેની કિં. રૂા. 2,61,602 તેમજ એક મોબાઇલ જેની કિં. રૂા.10,000 અને કારના પાંચ લાખ મળી કુલ રૂા.7,71,602નો મુદ્દામાલ ઝડપી પાડયો છે. જ્યારે કારમાં સવાર બુટલેગરો બાજુમાં નીલગીરીના ખેતરોનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. મુદ્દામાલ કબજે કરીને ફરાર આરોપીઓને શોધીને જેલ ભેગા કરવા તજવીજ હાથ ધરી છે

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો