android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara: 25થી વધુ વિસ્તાર અને હાઈવેની ચાર ચોકડીઓ પર ટ્રાફ્કિ બેકાબૂ

calendar_todayJuly 24, 2026

Vadodara: 25થી વધુ વિસ્તાર અને હાઈવેની ચાર ચોકડીઓ પર ટ્રાફ્કિ બેકાબૂ

શહેરના રાજમાર્ગો પર ટ્રાફ્કિ જામની સમસ્યા દિન-પ્રતિદિન બેકાબૂ બની રહી છે. ખાસ કરીને સવાર-સાંજ પિક અવર્સ દરમિયાન ટ્રાફ્કિની આ વિકટ સ્થિતિ વાહન ચાલકો અને રાહદારીઓ માટે શિર દર્દ સમાન સાબિત થઈ રહી છે. શુક્રવારની વરસાદી રાત્રે પણ ટ્રાફ્કિની કટોકટી યથાવત રહી હતી, જેમાં અનેક નાગરિકો અટવાઈ પડયા હતા.

શહેરના રાજમાર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા બેકાબુ થઈ રહી છે. ખાસ કરની સવાર અને સાંજનો પિક અર્વસનો ટ્રાફિક રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બની રહયો છે. શુક્રવારે સવારે વરસાદ થંભી ગયા બાદ પણ અગિયારથી સાડા અગિયાર વાગ્યાના સુમારે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફ્કિ જામ સર્જાયો હતો. ત્યારબાદ રાતે વરસાદી માહોલમાં પણ ટ્રાફિકની સમસ્યા યથાવત રહી હતી.

શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે કારેલીબાગ, એરપોર્ટ સર્કલ, સંગમ ચાર રસ્તા, ઓલ્ડ પાદરા રોડ, અટલાદરા સ્વામિનારાયણ મંદિર નજીક, ભાઈલાલ અમીન માર્ગ,ફ્તેગંજ ચાર રસ્તા, વુડા સર્કલ, અમિત નગર, જીવન ભારતી, વારસિયા રિંગ રોડ, ગધેડા માર્કેટ ચાર રસ્તા, મહાવીર હોલ, સોમા તળાવ ચાર રસ્તા, અટલાદરા-બીલ રોડ, એમ.જી. રોડ, અકોટા-દાંડિયા બજાર બ્રિજ,ગાય સર્કલ, સેવાસી-ગોત્રી રોડ, વાસણા-ભાયલી રોડ, ઈસ્કોન સર્કલ, તુલસીધામ, દરબાર ચોકડી અને સુઝેન સર્કલ ખાતે હેવી ટ્રાફ્કિથી ગૂગલ મેપ પર આ તમામ માર્ગો લાલ લાઈનોથી ભરાઈ ગયા હતા. ઉલ્લેખનિય છે કે, રાત્રિના સમયે અટલ બ્રિજ નીચે આવેલા સર્વિસ રોડ અને મુખ્ય ટ્રાફ્કિ સિગ્નલો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે લોકોનો કીમતી સમય વેડફાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો