android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara:સાવલી તાલુકામાં પોલીસની ડ્રિન્ક એન્ડ ડ્રાઇવમાં 309 પીધેલા ઝડપાયા

calendar_todayJanuary 1, 2026

Vadodara:સાવલી તાલુકામાં પોલીસની ડ્રિન્ક એન્ડ ડ્રાઇવમાં 309 પીધેલા ઝડપાયા

સાવલી તાલુકામાં 2025ના વર્ષના પૂર્ણ થવાને આરે અને નવા વર્ષના પ્રારંભમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિશેષ ડ્રંક એન્ડ ડ્રાઇવનું વિશેષ આયોજન કરાયું હતું.

સાવલી તાલુકામાં વિવિધ વિસ્તારોમાં વિશેષ ટીમોનું આયોજન કરીને વાહન ચેકિંગ તેમજ નાકાબંધી કરાઇ હતી. સાવલી તાલુકામાં ત્રણ પોલીસ મથક આવેલા છે. જે મંજુસર પોલીસ મથક સાવલી પોલીસ મથક અને ભાદરવા પોલીસ મથક આવેલું છે. જેમાં ભાદરવા પોલીસ મથકની હદમાં તા.30 મીના રોજ 35 નશા કરેલા ઈસમ ઝડપાયા હતા. જ્યારે 31મી રાત્રે 21 ઈસમ નસો કરેલી હાલતમાં ઝડપાયા હતા આમ ભાદરવા પોલીસ હદમાં છેલ્લા 48 કલાકમાં 56 ઈસમ નશાની હાલતમાં ઝડપાયા હતા. જ્યારે સાવલી પોલીસ હદમાં 30મીની રાત્રે 40 ઈસમ નશાની હાલતમાં ઝડપાયા હતા. જ્યારે 31મી રાત્રે 65 ઈસમ નશાની હાલતમાં ઝડપાતા છેલ્લા 48 કલાકમાં 105 ઇસમ ઝડપાયા હતા. જ્યારે મંજુસર પોલીસ હદમાં તા. 30મીની રાત્રે 52 ઈસમ નસાની હાલતમાં ઝડપાયા હતા. જ્યારે 31મી રાત્રે 96 ઈસમ ઝડપાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો