calendar_todayJanuary 9, 2026
Vadodara:મંજુસર પાસે રૂા.4.68 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ
સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં પસાર થતા એક્સપ્રેસ હાઇવે પરથી ટ્રકમાં ચોર ખાનુ બનાવી ને છુપાવેલી 7068 નંગ વિદેશી દારૂની બોટલો મળી કુલ રૂા. 4,68,9000નો મુદ્દામાલ સાથે એકને જિલ્લા એલ સી બીની ટીમે ઝડપીને જેલ ભેગો કર્યો છે.
મળતી માહિતી મુજબ, જિલ્લા એલસીબીની ટીમ ગતરાત્રિના પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળેલ કે એક ટ્રકમાં વિદેશી દારૂની હેરફેર થવાની છે. તેના પગલે ટીમે ટ્રક નંબર જી જે 25 યુ 8694ને ઊભી રાખી હતી. તેમાં તપાસ કરતા કુલરના જુના બોક્સની આડમાં વિદેશી દારૂની 285 પેટી 7068 નંગ બોટલ 36,66000ની ઝડપી પાડી હતી. તેમજ ટ્રક અને મોબાઈલ તેમજ રોકડ મળી કુલ 46,89000 સાથે એકની ધરપકડ કરી ને મંજુસર પોલીસને હવાલે કર્યો છે એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતી ટ્રકમાં કુલ 285 પેટીમાં 7068 ચોરખાનું બનાવી દારૂ ભરાયો હતો. જે જોઈને એલ સી બીની ટીમ પણ બૂટલેગરોના કિમિયા જોઈને અચંબિત થઇ ગઈ હતી. પોલીસે ટ્રક ડ્રાઈવર દેવારામ જાટ (રહે. મોટી ચુનીઓકાટલા જી બાડમેર રાજસ્થાન)ને ઝડપીને જેલ ભેગો કર્યો છે. આ દારૂનો જથ્થો મોકલનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો