calendar_todayJanuary 1, 2026
Vadodara:કરજણમાં CCI દ્વારા કપાસ ખરીદી કરવા નોંધણીની મુદ્દત લંબાવાઇ
કરજણ APMC ખાતે CCI દ્વારા થતી કપાસની ખરીદી માટેની કપાસની નોંધણીની મુદ્દત બજાર સમિતિન ચેરમેનની રજૂઆત બાદ આગામી તા.16 સુધી લંબાવાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.
કરજણ તાલુકો કાનમ પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીંનો મુખ્ય પાક કપાસ હોય છે. જેથી તાલુકામાં ખૂબ મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થતું હોય છે. કરજણ પંથકમાં કમોસમી વરસાદ બાદ પાકને ભારે આર્થિક નુકશાન થતાં ખેડૂતો લાચાર બન્યા હતાં. ઓછા ભાવે ખાનગી વેપારીઓને પોતાનો પાક આપવા માટે મજબૂર બન્યા હતાં. ત્યારે ખેડૂતોના હિતમાં કરજણ બજાર સમિતિના ચેરમેન જયદીપસિંહ ચૌહાણ દ્વારા CCI દ્વારા ગુણવતા પ્રમાણે કપાસની ખરીદ કરાય તેવી ભલામણ કરાઇ હતી. જે બાદ કરજણ બજાર સ્મિત ખાતે ગત તા. 4 ડિસે.-25ના રોજથી CCI દ્વારા કપાસની ખરીદી શરૂ કરાઈ હતી. તા.31 સુધીમાં કુલ 88000 ક્વિન્ટલ કપાસની વિપુલ પ્રમાણમાં આવક CCIના માધ્યમથી બજાર સમિતિ ખાતે થઈ હતી. પરંતુ ગત તા.31ના રોજ કપાસની નોંધણીની મુદ્દત પૂર્ણ થતાં અને હજુ મોટી સંખ્યામાં ખેડૂતો CCI દ્વારા થતી કપાસની ખરીદીના લાભથી વંચિત રહી ગયેલા હોય બજાર સમિતિ ચેરમેન જયદીપસિંહ ચૌહાણ અને કરજણ ધારાસભ્ય દ્વારા ખેડૂતના હિતમાં કપાસ નોંધણીની મુદ્દત લંબાવવા ભલામણ કરાઇ હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો