calendar_todayJanuary 3, 2026
Vadodara ગેસ લિમિટેડ દ્વારા CNG અને PNG ગેસના ભાવમાં વધારો જાહેર, ઘરેલુ તેમજ વાહનચાલકોને અસર
વડોદરા: વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ CNG અને PNG ગેસના નવા ભાવ જાહેર કર્યા છે. કંપની દ્વારા જાહેર કરાયેલા ભાવ મુજબ બંને ગેસના દરમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે ગ્રાહકો પર વધારાનો આર્થિક બોજ પડશે.
PNG ગેસના ભાવમાં યુનિટ દીઠ 73 પૈસાનો વધારો
મળતી માહિતી મુજબ, PNG ગેસના ભાવમાં યુનિટ દીઠ 73 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ PNG ગેસનો ભાવ રૂપિયા 49.50 પ્રતિ યુનિટ હતો, જે હવે વધીને રૂપિયા 50.23 પ્રતિ યુનિટ થયો છે.
CNG ગેસના ભાવમાં કિલો દીઠ 1 રૂપિયાનો વધારો
તે જ રીતે, CNG ગેસના ભાવમાં કિલો દીઠ 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ CNGનો ભાવ રૂપિયા 81.95 પ્રતિ કિલો હતો, જે હવે વધીને રૂપિયા 82.95 પ્રતિ કિલો થયો છે.
ઘરેલુ તેમજ વાહનચાલકોને અસર
વડોદરા ગેસ લિમિટેડ કંપની દ્વારા જાહેર કરાયેલા આ નવા ભાવ આજથી અમલમાં આવવાની શક્યતા છે. ગેસના ભાવમાં થયેલા વધારાથી ઘરેલુ તેમજ વાહનચાલકોને અસર થવાની સંભાવના છે.
આ પણ વાંચો---- ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા