calendar_todayJanuary 5, 2026
Vadodara:તરસાણા ચોકડીથી જકાતનાકા સુધી HT લાઇન પર જંગલી વેલા
ડભોઇના તરસાણા ચોકડીથી જકાતનાકા સુધીના મુખ્ય માર્ગ પરથી પસાર થતી MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની હાઈટેન્શન લાઈન અને વીજ વાયરો હાલ જોખમી સ્થિતિમાં જોવા મળે છે. વિસ્તારમાં વીજ વાયરોને ગાંડા બાવળોએ એવો ભરડો લીધો છે કે, મેઇન લાઈન અને બાવળની ડાળીઓ એકબીજામાં ફ્સાઈ છે.
વીજ વાયરોમાં બાવળની ડાળીઓ ફ્સાવાને કારણે વારંવાર સ્પાર્ક થાય છે. અને બે વાયરો ભેગા થઈ જવાથી વારંવાર લાઈટ ગુલ થઈ જવાના બનાવો બની રહ્યા છે. બાવળના વજન અને બેદરકારીને કારણે વીજ વાયરો એકદમ નીચે સુધી ઝૂકી ગયા છે. જે રાહદારીઓ અને વાહનચાલકો માટે મોતના ફંદા સમાન સાબિત થઈ શકે તેમ છે. અત્યારે શિયાળાની ઋતુ અને આગામી ચોમાસા પહેલા જો આ સફાઇ નહી કરાય તો, કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ડભોઇના જાગૃત નાગરિકો અને સ્થાનિક રહીશોમાં MGVCLના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે ભારે રોષ છે. લોકોની માંગ છે કે, તાત્કાલિક ધોરણે તરસાણા ચોકડી પાસેના આ ગાંડા બાવળોનું સામ્રાજ્ય હટાવીને લટકી ગયેલા વીજ વાયરોને ખેંચીને સુરક્ષિત ઊંચાઈ પર લેવા લોકમાંગ ઉઠી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો