android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara: બરોડા મેડિકલ કોલેજનો MBBSનો વિદ્યાર્થી લાપતા, હોસ્ટેલથી નીકળ્યા બાદ કોઈ પત્તો નહીં

calendar_todayMay 1, 2026

Vadodara: બરોડા મેડિકલ કોલેજનો MBBSનો વિદ્યાર્થી લાપતા, હોસ્ટેલથી નીકળ્યા બાદ કોઈ પત્તો નહીં

વડોદરાની પ્રતિષ્ઠિત બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી છેલ્લા બે દિવસથી ભેદી સંજોગોમાં ગુમ થયો છે. મૂળ બનાસકાંઠાનો વતની અને અહીં તબીબી અભ્યાસ કરતો યુવક લાપતા થતા રાવપુરા પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.

હોસ્ટેલ છોડ્યા બાદ રહસ્ય વધ્યું

મળતી માહિતી મુજબ, ગુમ થયેલ વિદ્યાર્થીનું નામ પારસ મકવાણા છે. પારસ બરોડા મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને કોલેજની જ હોસ્ટેલમાં રહીને પોતાનું ભણતર પૂરું કરી રહ્યો હતો. ગત મંગળવારે પારસ હોસ્ટેલમાંથી પોતાની સાથે ₹1600 રોકડા લઈને નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ તે પરત ફર્યો નથી.

પરિવાર અને મિત્રો ચિંતામાં

પારસનો સંપર્ક ન થતા તેના મિત્રો અને હોસ્ટેલ સત્તાધીશોએ તપાસ કરી હતી, પરંતુ તેની કોઈ વિગત મળી શકી ન હતી. બનાવની જાણ બનાસકાંઠા સ્થિત તેના પરિવારને કરવામાં આવતા તેઓ પણ વડોદરા દોડી આવ્યા છે. બે દિવસ સુધી સતત શોધખોળ કરવા છતાં પારસનો પત્તો ન લાગતા અંતે પોલીસની મદદ લેવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat News: રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે એપ્રિલમાં 84 લોકોને હીટ સ્ટ્રોકની અસર થઈ