android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News: એક્સપ્રેસ હાઈવે પર કન્ટેનરમાંથી 1.53 કરોડનો દારૂ ઝડપાયો, 60 હજાર બોટલો સાથે ડ્રાઈવરની ધરપકડ

calendar_todayMay 3, 2026

Vadodara News: એક્સપ્રેસ હાઈવે પર કન્ટેનરમાંથી 1.53 કરોડનો દારૂ ઝડપાયો, 60 હજાર બોટલો સાથે ડ્રાઈવરની ધરપકડ

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધા છે.

કન્ટેનરમાંથી મળી 60,000 બોટલો

ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે એક્સપ્રેસ હાઈવે પર મંજુસર પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા NL-01-N-5266 નંબરના કન્ટેનરને ટોલનાકા પાસે રોકીને તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કન્ટેનરની અંદરથી કુલ 1250 પેટીઓ મળી આવી હતી, જેમાં 60,000 નંગ વિદેશી દારૂની ક્વાર્ટર બોટલ્સ છુપાવેલી હતી.

મુદ્દામાલ અને ધરપકડ

પોલીસે આ રેડ દરમિયાન અંદાજે રૂપિયા 1,53,00,000 (દોઢ કરોડથી વધુ) ની કિંમતનો દારૂ અને કન્ટેનર તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1.63 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે રાજસ્થાનના જોધપુરના ડ્રાઈવર ગોપાલરામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે.

ગોવા થઈ ગુજરાતમાં સપ્લાયનું કૌભાંડ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, દારૂનો આ જથ્થો જોધપુરથી ગોવા થઈને ગુજરાતમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. હાલ મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Vadodara: દેવાના બોજા હેઠળ દબાયેલા આરોપીએ હત્યાને આપેલો અંજામ