calendar_todayJanuary 11, 2026
Vadodara News: પોલીસે એક જ મહિનામાં 138 ભારદારી વાહનો ડિટેઇન
વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા અને માર્ગ અકસ્માતો પર અંકુશ મેળવવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા કુલ 32 ભારદારી વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.
એક મહિનામાં 138 વાહનો સામે કાર્યવાહી
પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા એક મહિના દરમિયાન કુલ 138 જેટલા ભારદારી વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને ડિટેઇન કરવામાં આવ્યા છે. ખાસ કરીને પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશતા, ઓવરલોડિંગ અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે.
ચાલકોને આપવામાં આવી સમજૂતી
માત્ર દંડ કે કાર્યવાહી નહીં, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે હેતુથી પોલીસ દ્વારા ભારદારી વાહન ચાલકો માટે જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસના અધિકારીઓએ ચાલકોને ટ્રાફિક નિયમો અને માર્ગ સુરક્ષાના પાલન અંગે વિસ્તૃત સમજૂતી આપી હતી. આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે પોલીસની આ ઝુંબેશ સતત ચાલુ રહેશે તેવા સંકેત આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Vadodara: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, બે આરોપીઓ ઝડપાયા