android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News : લગ્નમાં આવેલા 2  ડોકટર અને 1 ઈજનેર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, પોલીસને પણ ગાળો બોલ્યા હોવાનો આક્ષેપ લાગ્યો

calendar_todayMarch 12, 2026

Vadodara News : લગ્નમાં આવેલા 2 ડોકટર અને 1 ઈજનેર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, પોલીસને પણ ગાળો બોલ્યા હોવાનો આક્ષેપ લાગ્યો

વડોદરામાં બે તબીબ અને ઇજનેર નશામાં ઝડપાયા છે અને સમા સાવલી રોડ પર કારને ટક્કર મારતા બબાલ થઈ હોવાની વાત સામે આવી છે, અમદાવાદના બે તબીબ, ઇજનેર ઝડપાયા છે, ત્રણેય લોકો વડોદરા ખાતે લગ્નમાં આવ્યા હતા અને તબીબ અને ઇજનેરે પોલીસને અપશબ્દો કહ્યા હતા જેને લઈ બબાલ થઈ હતી.

પોલીસ સાથેનો અભદ્ર વર્તનનો વીડિયો થયો વાયરલ

અમદાવાદથી વડોદરા લગ્ન પ્રસગે આવેલા 2 ડોકટર અને 1 ઈજનેરે પોલીસ સાથે માથાકૂટ કરી હતી અને નશો કરીને માથાકૂટ કરી હોવાની વાત સામે આવી છે, તો મામલો રોડ પર એટલો બિચકયો કે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા, અને તબીબ રોડ પર માથાકૂટ કરી પોલીસને પણ ગાળો બોલી રહ્યાં હોવાનો આક્ષેપ લાગ્યો છે, આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે અને જેલના હવાલે કર્યા છે.

બે તબીબ અને ઈજનેર પીધેલી હાલતમાં ઝડપાયા

વડોદરામાં લગ્ન પ્રસંગમાં આવેલા 2 ડોકટર અને એક ઈજનેર પીધેલી હાલતમાં છે અને ત્રણેય મૂળ અમદાવાદના રહેવાસી છે, ઈજનેર પરાગ ચૌહાણ, ડો. અંકુર ચૌહાણ, ડો. ધૈર્ય આચાર્યની ધરપકડ કરવામાં આવી છે, સમા સાવલી રોડ પર આ ઘટના બની હોવાની વાત સામે આવી છે અને ડોકટરે અન્ય કારને ટક્કર પણ મારી હોવાની વાત સામે આવી છે. જે કારને ટક્કર મારી હતી તે કારના ચાલકે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પોલીસને બોલાવ્યા હતા.


આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા નહી સર્જાય, ગત વર્ષની સરખામણીએ રાજયમાં 4.15 ટકા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ