android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News : વડોદરામાં ફૂડ વિભાગે લીધેલા 24 નમૂના ફેલ, ગાયનું ઘી, પનીર, ગોળના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર

calendar_todayFebruary 22, 2026

Vadodara News : વડોદરામાં ફૂડ વિભાગે લીધેલા 24 નમૂના ફેલ, ગાયનું ઘી, પનીર, ગોળના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર

વડોદરા કોર્પોરેશના ફૂડ વિભાગે લીધા 25 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે, ગાયનું ઘી, પનીર, ગોળના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે, ફૂડ વિભાગ તમામ વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરશે અને લેબોરેટરીમાં મોકલ્યા બાદ તમામ નમૂના ફેલ થયા છે. ખોરાક શાખાએ હોટલ, રેસ્ટોરન્ટ અને વિક્રેતાઓને ત્યાંથી ખાદ્ય પદાર્થના લીધા હતા નમૂના.

એક્સપ્રેસ હોટલ, કુમકુમ રેસ્ટોરન્ટ સહિત 25 નમૂના જાહેર થયા સબ સ્ટાન્ડર્ડ

વડોદરાના અલગ-અલગ વિસ્તારમાંથી કોર્પોરેશનના ફૂડ વિભાગે તેલ, ઘી, તુવેરદાળ, ગોળ સહિતની ચીજવસ્તુઓના નમૂના ચકાસવા માટે લીધા હતી અને નમૂનાઓને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જે પૈકી 25 નમૂનાઓ ફેલ જાહેર થયા હતા. છેલ્લા કેટલાક સમયથી નકલી ચીજ વસ્તુઓ તેમજ અખાદ્ય ચીજવસ્તુઓ થકી લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જેના પગલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરી નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

આ દુકાનેથી લીધેલા નમૂનાઓ ફેલ

01-સ્વીસ્ટા એન્ટરપ્રાઇઝ, ભાયલી કેનાલ રોડ - કંપની સીલપેક ગાયનું ઘી

02-કુમકુમ રેસ્ટોરન્ટ, વડસર રોડ - તુવેરદાળ (લુઝ)

03-શ્રી ઉમિયા પ્રોવિઝન સ્ટોર, નિઝામપુરા - ગોળ (લુઝ)

04-શ્રી ભગવતી મિલ્ક એન્ડ સવી હાઉસ, ન્યુ ખોડિયાર નગર - ઘી (લુઝ)

05-શિવ પ્રોવિઝન સ્ટોર્સ, ન્યુ સમા રોડ - ગોળ (લુઝ)

06-જય અંબે સ્ટોર, ગોત્રી રોડ - સેકેલા આખા ચણા (લુઝ)

07-હનુમાન રોસ્ટેડ પૌષ્ટિક આહાર, છાણી રોડ - હળદળ મીઠાવાળા વટાણા (લુઝ)

08-પ્રમુખ જનરલ ટ્રેડર્સ એન્ડ સપ્લાયર્સ, એલેમ્બિક બ્રિજ પાસે - એગમાર્ક ટર્મરિક પાવડર

09-મીસા એન્ટરપ્રાઇઝ, ન્યુ વીઆઈપી રોડ - પામોલીન

10-અમરનથ ટ્રેડિંગ કં. પ્રતાપનગર રોડ - રીફાઇન્ડ કોટનસીડ ઓઇલ (સીલપેક)

11-અન્નપૂર્ણા કોર્નર, સુસેન - પામોલીન (લુઝ)

12-શ્રી અન્નપૂર્ણા ફુડ્સ, મકરપુરા - પનીર (લુઝ)

13-શ્રી જગદંબા ચેવડા માર્ટ, કારેલીબાગ - સીંગતેલ (લુઝ)

14-લક્ષ્મીનારાયણ એન્ટરપ્રાઇઝ, ભાયલી - ફ્રોઝન ડેઝર્ટ (લુઝ)

15-મિશા એન્ટરપ્રાઇઝ, ન્યુ વીઆઈપી રોડ - ટ્રિપલ ફોર્ટિફાઇડ સીંગતેલ ( કંપની પેક )

16-ભૂમિ ગૃહઉદ્યોગ, મકરપુરા - રીફાઇન્ડ પામ ઓઇલ (લુઝ)

17-બોમ્બે કુલ્ફી હાઉસ, સંગમ ચાર રસ્તા - પનીર (લુઝ)

18-ગોપી કિશાન પંજાબી ખાના, મકરપુરા - પનીર (લુઝ)

19-મિડાસ હોસ્પિટાલિટી, વડીવાડી - ખોયા (લુઝ)

20-એક્સપ્રેસ હોટલ પ્રા. લી., અલકાપુરી - પનીર (લુઝ)

21-શ્રી ક્રિષ્ણા રેસ્ટોરેન્ટ, ન્યુ વીઆઈપી રોડ - પનીર (લુઝ)

22-શ્રીનાથજી ડેરી ફાર્મ, ગોરવા - ઘી (લુઝ)

23-હર્ષ ફુડ્સ, અકોટા પોલીસ લાઈન - ગાયનું ઘી ( 15 કિલો ટીન)

24-ગોપાલ ડેરી, હરણી રોડ - ઘી

25-શ્રી ગણેશ દૂધ ડેરી,વારસિયા રિંગ રોડ - ઘી


આ પણ વાંચો : Banaskantha News : વાવ-સુઈગામ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત, વાવ ચાર રસ્તે સર્કલ બનાવવા સ્થાનિકોની માગ