calendar_todayMay 11, 2026
Vadodara News: 250 ગ્રામ સોનાથી બનેલા સરદાર ગૌરવ રત્ન ઍવૉર્ડથી PM મોદીનું સન્માન કરાશે
વડોદરા શહેરના વાઘોડિયા ચોકડી પાસે એલ એન્ડ ટી કંપનીની પાસે આવેલા સરદારધામની હોસ્ટલનું આજે સોમવારે પીએમ મોદી સાંજે5.30થી 7 વાગ્યા દરમિયાન લોકાર્પણ કરશે. સરદારધામ સહિત પાટીદારની આઠ સંસ્થાઓ 250 ગ્રામ સોનાથી બનેલા સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી PMનું સન્માન કરશે.કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે.
સરદારના અધૂરા કામ PM મોદીએ પૂર્ણ કર્યા છે
વડાપ્રધાન મોદીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડ એનાયત કરાશે. સરદારધામ દ્વારા પ્રથમ વખત એવોર્ડ અપાશે. સરદારધામના પ્રમુખ ગગજી સતરિયાએ જણાવ્યું હતું કે,PM મોદીને એવોર્ડ આપી અમે ગર્વ અનુભવીશું, સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી ચાલે છે.સરદારનું નામ સોમનાથ મંદિર સાથે જોડાયેલું છે.સરદારના અધૂરા કામ PM મોદીએ પૂર્ણ કર્યા છે. અયોધ્યામાં રામ મંદિર બન્યું,370 કલમ કશ્મીરમાંથી હટી, ત્રિપલ તલાક વિરોધી કાયદો બનાવ્યો, પાટીદાર સમાજ અંધશ્રધ્ધા,ખોટા ખર્ચથી બચે,સરદારધામ યુવાનો માટે આશીર્વાદ રૂપ બનશે.
25 હજારથી વધુ પાટીદારો સભામાં હાજર રહેશે
વાઘોડિયા ચોકડી ખાતે પ્રથમ તબક્કામાં અંદાજે 150 કરોડના ખર્ચે ટીમ સરદાર ધામ દ્વારા ર હજાર દીકરા દીકરીઓને શિક્ષણની અતિ અધ્યતન નિવાસી સુવિધા આપતું ડો.દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ નિર્મિત કરાયું છે.જેનું લોકાર્પણ વડાપ્રધાન મોદી આજે કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મધ્ય ડોમમાં વિશાળ સ્ટેજ તૈયાર કરયો છે. લોકોને બેસવા માટે વિશેષ વ્યવસ્થાની સાથે સભા સ્થળે LED સ્ક્રીન પણ લગાવાયા છે.આજે 11 મીએ 25 હજારથી વધુ પાટીદારો સભામાં હાજર રહેશે.
આ પણ વાંચોઃ PM Modi : પેટ્રોલ ડીઝલ, વર્ક ફ્રોમ હોમ, સોનુ ન ખરીદો.. સહિત PMએ જનતાને કરી આ 10 અપીલ