android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News : લો બોલો, ડોકટરે 28 કરોડની ઉચાપત કરી, ખાનગી હોસ્પિટલમાં કૌંભાડ આચરી ફરાર હતો

calendar_todayMarch 1, 2026

Vadodara News : લો બોલો, ડોકટરે 28 કરોડની ઉચાપત કરી, ખાનગી હોસ્પિટલમાં કૌંભાડ આચરી ફરાર હતો

વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ઉચાપત કરનાર ડોકટરની ધરપકડ કરવામાં આવી છે જેમાં 28 કરોડની ઉચાપત કરવામાં આવી છે, મેડિકલ સાધનોના ઊંચા બિલ બનાવ્યા હતા અને કૌંભાડ આચર્યુ હતુ, ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી ડોકટરની કરી ધરપકડ. ડોકટરે પોતાના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા

ખાનગી હોસ્પિટલમાં કર્યું હતું કૌભાંડ

વોર્ડ વિઝાર્ડ મેડિકેર પ્રા.લિ.ના સીઇઓ તબીબ સામે ક્રાઈમ બ્રાન્ચમાં 28.47 કરોડની ઉચાપત અંગે ફરિયાદ નોંધાઈ હતી. કૌભાંડમાં અન્ય તબીબોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે સપ્લાયરો સામે પોલીસે શંકા વ્યક્ત કરી છે. જેથી કૌભાંડનો આંકડો અને આરોપીઓની સંખ્યા વધી શકે છે.

ડોકટરે આણંદની બેંકમાં ખાતા ખોલાવ્યા હતા

કંપનીનાં નાણાં વિભાગના વડા મોહસીન બિસ્મિલ્લાહ પઠાણે કંપની વતી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં આણંદના કિંખલોડમાં રહેતા ડો.સંતોષ ગઢવી વોર્ડ વિઝાર્ડ મેડિકેર પ્રા.લિ.માં સીઇઓ હતા. તે સમયે અન્ય લોકો સાથે મળી તેમણે 28.47 કરોડનું નુકસાન કંપનીને પહોંચાડ્યું હતું. જેમાં ડ્રાઈવર, સ્વીપર સહિતના નામે બનાવટી ખાતાં આણંદની બેંકમાં ખોલાવ્યાં હતાં. પોલીસે તપાસ કરતાં આ ખાતાઓમાં કરોડોના આર્થિક વ્યવહારની વિગતો મળી છે.


આ પણ વાંચો : Botad News : કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ બોટાદ ખાતે ડો.આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કર્યું