android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News: રિકવર કરેલા 6 મોબાઈલ ફોન "તેરા તુજકો અર્પણ" અભિયાન હેઠળ  મૂળ માલિકોને પરત કરાયા

calendar_todayFebruary 26, 2026

Vadodara News: રિકવર કરેલા 6 મોબાઈલ ફોન "તેરા તુજકો અર્પણ" અભિયાન હેઠળ મૂળ માલિકોને પરત કરાયા

મુસાફરોની સુરક્ષા અને તેમના ખોવાયેલા સામાનને પરત અપાવવા માટે વડોદરા રેલવે પોલીસ સતત કાર્યરત છે. જે અંતર્ગત રેલવે પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા ટેકનોલોજીની મદદથી રિકવર કરવામાં આવેલા લાખોની કિંમતના મોબાઈલ ફોન તેના સાચા માલિકોને સોંપવામાં આવ્યા હતા.

CEIR પોર્ટલના આધારે મોબાઈલ ટ્રેસ કરાયા

વડોદરા રેલવે પોલીસની ટેકનિકલ ટીમે ભારત સરકારના "CEIR PORTAL"નો અસરકારક ઉપયોગ કરીને વિવિધ ટ્રેનો અને સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા મોબાઈલ ફોન ટ્રેસ કર્યા હતા. પોલીસે કુલ 6 નંગ મોબાઈલ ફોન, જેની અંદાજિત કિંમત રૂ. 1,16,184/- થાય છે, તે શોધી કાઢ્યા હતા.

માલિકોના ચહેરા પર ખુશી જોવા મળી

પોલીસ મથકે બોલાવીને આ મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને વિધિવત રીતે પરત સોંપવામાં આવ્યા હતા. પોતાનો ખોવાયેલો અને કિંમતી ડેટા ધરાવતો ફોન પરત મળતા મુસાફરોએ વડોદરા રેલવે પોલીસની કામગીરી અને પારદર્શક અભિગમને બિરદાવી આભાર માન્યો હતો. રેલવે પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુસાફરોએ તેમનો મોબાઈલ ગુમ થાય ત્યારે તુરંત જ પોર્ટલ પર નોંધણી કરાવવી જોઈએ જેથી તેને શોધવામાં સરળતા રહે.


આ પણ વાંચો -  Vadodaraના સયાજીબાગ ઝૂ માટે એશિયાટિક સિંહની માંગ: સાંસદે પત્ર લખી કરી રજૂઆત