android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News: 8 સપ્ટેમ્બરે PM મોદી વડોદરા આવશે, મનપા અને વુડાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

calendar_todaySeptember 1, 2026

Vadodara News: 8 સપ્ટેમ્બરે PM મોદી વડોદરા આવશે, મનપા અને વુડાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી વડોદરાની મુલાકાત દરમિયાન VMC અને વુડાના લગભગ 1 હજાર કરોડના વિકાસના કામોનું લોકાર્પણ ખાતમૂર્હત કરશે તેવું જાણવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.8 સપ્ટેમ્બરે વડોદરા આવી રહ્યાં છે.ટૂંકા નોટીસ પીરિયડમાં આ કાર્યક્રમ નક્કી કરાયો છે.વડાપ્રધાન એરપોર્ટથી બાયરોડ એમ.એસ.યુનિવર્સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં જાય તેવી શક્યતાઓ છે.જેને લઈ પોલીસ અને વહિવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

રાજ્ય સરકાર હસ્તકના વિવિધ વિભાગોના વિકાસ કામો

વડાપ્રધાન કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકના વિવિધ વિભાગોના વિકાસના કામોનું લોકાર્પણ ખાતમૂર્હત કરવાના હોવાથી VMC અને વુડાએ પણ પોતાના કોમાનું લીસ્ટ બનાવવાનું શરૂ કરી દીધું છે. જેમાં રૂપિયા 25 કરોડ ઉપરાંતના કામો જ યાદીમાં લેવાયા છે. વુડા અને મ્યુનિ.કોર્પોરેશનના મળી લગભગ રૂપિયા ૧ હજાર કરોડના કામોનું વડાપ્રધાન લોકાર્પણ -ખાતમૂર્હત કરે તેવું આયોજન કરાઈ રહ્યું છે. 

VMCની નવી કચેરીના ખાતમૂર્હત સહિતના કામો

રૂપિયા 30.48 કરોડના ખર્ચે ગોલ્ડન ચોકડી, આજવા ચોકડી, વાઘોડિયા ચોકડી, કપુરાઈ ચોકડી, તરસાલી ચોકડી ખાતે RCC બોક્સ ડ્રેઈન અને મેન્યુઅલ પુશીંગ પદ્ધતિથઈ નવી વરસાદી ગટર નાંખવાનું કામ, ભાયલી ટીપી 3 અને 4 વિસ્તારમાં ઊંચી ટાંકી, ભૂગર્ભ સંપની રૂપિયા 32.61 કરોડની કામગીરી,આજવા સરોવર ખાતે 150 MLDના પોન્ટુનનું કામનું લોકાર્પણ તેમજ રૂપિયા 32.93 કરોડના ખર્ચે બનનાર VMCની નવી કચેરીના ખાતમૂર્હત સહિતના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન બુદ્ધિજીવીઓ અને જેન-ઝીને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી એમ.એસ.યુનિવર્સિટીમાં બુદ્ધિજીવીઓ અને જેન-ઝીને સંબાધવાના છે તે દિવસે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે.દર વર્ષે તા.8 સપ્ટેમ્બરે ઉજવાતા આ દિવસનો મુખ્ય હેતુ દુનિયામાં સાક્ષરતાનું મહત્વ સમજાવી નિરક્ષરતા દૂર કરવી, દરેક વ્યક્તિને વાંચવા-લખવા અને શિક્ષણની તક મળે તે અંગે જાગૃતિ ફેલાવવાનો છે.યુનેસ્કો દ્વારા સને 1967થી આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે IAS બીજલ શાહની હાઈકોર્ટે ઝાટકણી કાઢી