android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News: કન્ટેનરમાં છૂપાવેલો 94.23 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

calendar_todayFebruary 23, 2026

Vadodara News: કન્ટેનરમાં છૂપાવેલો 94.23 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દેવામાં આવ્યું છે. ભરૂચથી વડોદરા તરફ આવી રહેલા એક શંકાસ્પદ કન્ટેનરને આંતરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તેમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. બુટલેગરોએ દારૂ છુપાવવા માટે અપનાવેલી નવી તરકીબ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ખાલી દેખાતા કન્ટેનરમાં દારૂનું 'ચોર ખાનું'

પોલીસને બાતમી મળી હતી કે, એક કન્ટેનરમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. જ્યારે પોલીસે કન્ટેનર રોકીને તપાસ કરી, ત્યારે ઉપરછલ્લી રીતે કન્ટેનર ખાલી જણાતું હતું. જોકે, ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું કે બુટલેગરોએ કન્ટેનરની અંદરના ભાગે અને ઉપરના ભાગમાં ખાસ ચોરખાના બનાવી દારૂ છુપાવ્યો હતો. પોલીસે કન્ટેનરમાંથી કુલ 16,620 નંગ દારૂની બોટલો કબ્જે કરી છે.

કુલ 1.09 કરોડનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આ રેડ દરમિયાન 94,23,000 રૂપિયાનો વિદેશી દારૂ અને કન્ટેનર સહિત કુલ 1,09,00,000 (1 કરોડ 9 લાખ) થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ કન્ટેનર ચાલક ગોકળરામ ઝાટની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે.

તપાસનો ધમધમાટ તેજ

આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને વડોદરા કે અન્ય કયા શહેરમાં કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. વડોદરા ગ્રામ્ય LCBની આ સફળ કામગીરીથી દારૂ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો - Vadodara: તરસાલીના વડદલા ગામેથી દેશનો સૌથી ઝેરી ગણાતો 'સો-સ્કેલ્ડ વાઈપર' સાપ રેસ્ક્યુ