android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News : ડભોઇના MLA શૈલેષ મહેતાએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર, MSPના ભાવે મકાઇની ખરીદી માટે ચિંતા વ્યકત કરી

calendar_todayFebruary 12, 2026

Vadodara News : ડભોઇના MLA શૈલેષ મહેતાએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર, MSPના ભાવે મકાઇની ખરીદી માટે ચિંતા વ્યકત કરી

જેમાં MSPના ભાવે મકાઇની ખરીદી માટે કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. મકાઈની ટેકાના ભાવે ખરીદી ન થતા ખેડૂતોને હાલાકી પડશે અને અગાઉ પણ MLAએ રજૂઆત માટે પત્ર લખ્યો હતો,

Mspના ભાવે ખેડૂતોની મકાઈ ખરીદાય તે માટે કૃષિ મંત્રીને પત્ર

અગાઉ પણ શૈલેષ મહેતાએ ખેડૂતો કૃષિ પેકેજ સહાય માટે રજૂઆત કરી હતી કૃષિ મંત્રીને અને ટેકાના ભાવે ખરીદી ના થાય તો ખેડૂતોને મફતના ભાવે મકાઈ વેચવાનો વખત આવે છે તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો અને જેની ખરીદી એપીએમસી દ્વારા કરવામાં આવે તેવી ધારાસભ્યની ભલામણ કરતો પત્ર જીતુ વાઘાણીને.

ચણાની રૂ.5875પ્રતિ કિવ. (રૂ.1175 પ્રતિ મણ) અને રાઇની રૂ. 6200 પ્રતિ ક્વિ. (રૂ. 1240 પ્રતિ મણ)ના ભાવે ખરીદી કરાશે

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો : Railway News : મહાશિવરાત્રિના મેળાને લઈ રેલવે વિભાગે વિશેષ ભાડા પર 4 જોડી “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનનું આયોજન કર્યુ