android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News: હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા RPI કે. એફ. રાઠવાનું હાર્ટ એટેકથી મોત

calendar_todayMarch 14, 2026

Vadodara News: હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા RPI કે. એફ. રાઠવાનું હાર્ટ એટેકથી મોત

રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વડોદરા પોલીસ વિભાગમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વડોદરા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી કે. એફ. રાઠવાનું ચાલુ ફરજ પર હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે. આ ઘટનાને પગલે વડોદરા પોલીસ પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

હૃદયરોગના હુમલાને કારણે મોત

ઘટનાની મળતી માહિતી અનુસાર, રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર (RPI) તરીકે ફરજ બજાવતા કે. એફ. રાઠવા આજે જ્યારે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોતાની ઓન-ડ્યુટી ફરજ પર હતા, ત્યારે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તબીબોના જણાવ્યા અનુસાર, હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું છે.

નિષ્ઠાવાન અધિકારી તરીકે ઓળખાતા હતા કે.એફ. રાઠવા

કે.એફ. રાઠવા એક નિષ્ઠાવાન અધિકારી તરીકે ઓળખાતા હતા. તેમના અચાનક નિધનના સમાચાર મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો હોસ્પિટલ અને હેડ ક્વાર્ટર ખાતે દોડી આવ્યો હતો. ગંભીર જવાબદારીઓ અને તણાવ વચ્ચે ફરજ બજાવતા પોલીસ જવાનોમાં હાર્ટ એટેકની વધતી ઘટનાઓ હવે ચિંતાનો વિષય બની રહી છે.


આ પણ વાંચો - Vadodara News: વિશ્વામિત્રી નદીના પાણીમાં મગરનો મૃતદેહ મળ્યો, 300 મગરોની વચ્ચે ફાયરના જવાનોએ જીવના જોખમે મૃતદેહ બહાર કાઢ્યો