calendar_todayJanuary 31, 2026
Vadodara News : SMC ની મોટી કાર્યવાહી, ડ્રગ્સના દૂષણને ડામવા કરશે કંઇક આવું...!
વડોદરા પોલીસ બેડામાં શિસ્ત અને પ્રમાણિકતાના ધજાગરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વડોદરા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ના મહિલા ASI લક્ષ્મી દેસાઈની ધરપકડ કરવામાં આવી છે. આશરે 15 દિવસ અગાઉ એસ.એમ.સી. દ્વારા શહેરના એક વિસ્તારમાં માદક પદાર્થો અંગે રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન પકડાયેલા શખ્સો અને તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી હતી કે, જે વિભાગનું કામ ડ્રગ્સનું દૂષણ ડામવાનું છે, તે જ એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. લક્ષ્મી દેસાઈની આ નાર્કોટિક્સ કેસમાં સીધી સંડોવણી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો
આ ઘટનાથી રાજ્યના ગૃહ વિભાગ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે એક તરફ સરકાર અને ગૃહમંત્રી જાતે ડ્રગ્સના દૂષણને જળમૂળથી ઉખેડવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે, ત્યારે પોલીસકર્મી જ તેમાં સામેલ હોવાનું ખુલ્યું છે. એસ.ઓ.જી. જેવી મહત્વની શાખામાં કાર્યરત એ.એસ.આઈ.ની ધરપકડ બાદ હવે પોલીસ તંત્રમાં પણ શુદ્ધિકરણની માંગ ઉઠી છે. એસ.એમ.સી. દ્વારા હાલમાં આ મામલે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે અન્ય કોઈ ઉચ્ચ અધિકારી કે કર્મચારી પણ આ નેટવર્ક સાથે જોડાયેલા છે કે કેમ.
આ પણ વાંચો : Gandhinagar News : ક્ષત્રિય સમાજની મોટી જીત, 'પદ્માવત' આંદોલન સમયે થયેલા પોલીસ કેસો સરકારે પરત ખેંચ્યા!