android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News : SOG ની મોટી કાર્યવાહી, વર્દી અને ડુપ્લીકેટ ID કાર્ડ સાથે નકલી પોલીસ ઝડપાયો

calendar_todayJanuary 20, 2026

Vadodara News : SOG ની મોટી કાર્યવાહી, વર્દી અને ડુપ્લીકેટ ID કાર્ડ સાથે નકલી પોલીસ ઝડપાયો

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પોલીસના નામે તોડ કરનારા એક શખ્સને એસ.ઓ.જી. (SOG)ની ટીમે ઝડપી પાડીને નકલી પોલીસના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. એસ.ઓ.જી.ની ટીમને મળેલી બાતમીના આધારે તાંદલજા વિસ્તારમાં આવેલા અલકબીર બંગ્લોઝના મકાન નંબર 3 પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને તે મકાનમાંથી પોલીસની નકલી વર્દી અને એક ડુપ્લીકેટ આઈડી કાર્ડ મળી આવ્યું હતું. ઝડપાયેલો યુવક અસલી પોલીસ હોવાનો ડોળ કરીને નિર્દોષ લોકોને ડરાવી-ધમકાવી તેમની પાસેથી પૈસા પડાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ડુપ્લીકેટ ID અને વર્દી જપ્ત

તપાસમાં સામે આવ્યું છે કે, આ ભેજાબાજ શખ્સ છેલ્લા 6 થી 7 મહિનાથી આ મકાનમાં ભાડે રહેતો હતો અને પોલીસની ઓળખ આપીને અનેક લોકો સાથે તોડ કરી ચૂક્યો છે. દરોડા દરમિયાન તેના રહેણાંક સ્થળેથી વાંધાજનક મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. વડોદરામાં નકલી અધિકારીઓ બનીને છેતરપિંડી કરતી ટોળકીઓ સામે પોલીસે લાલઆંખ કરી છે ત્યારે આ મોટી સફળતા મળી છે. હાલમાં એસ.ઓ.જી.ની ટીમે યુવકની અટકાયત કરી તેની સાથે અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ અને તેણે અત્યાર સુધી કેટલા લોકોને નિશાન બનાવ્યા છે તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Gandhinagar News : શિક્ષકો માટે મોટા સમાચાર, નિવૃત્તિના 5 વર્ષ બાકી હોય તેમને TET પરીક્ષામાંથી મળશે મુક્તિ