android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara : નાર્કોટિક્સ કેસમાં મોટો ખુલાસો, SMCએ SOGના ASI લક્ષ્મી દેસાઇની ધરપકડ કરી

calendar_todayJanuary 31, 2026

Vadodara : નાર્કોટિક્સ કેસમાં મોટો ખુલાસો, SMCએ SOGના ASI લક્ષ્મી દેસાઇની ધરપકડ કરી

વડોદરા શહેરમાં નાર્કોટિક્સ કેસને લઈને મોટો ખુલાસો થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા SOGના ASI લક્ષ્મીકાંત દેસાઈની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કર્મચારી લક્ષ્મીકાંત અગાઉ ડીસીબીમાં ફરજ બજાવતો હતો તે દરમિયાન ગેરકાયદેસર અસામાજીક પ્રવૃત્તીઓનો વહિવટ કરતા હોવાના મળેલા પુરાવાના આધારે તેનો પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે ડીઓ પણ થયેલો હતો 

પોલીસ વિભાગમાં ખળભળાટ

નાર્કોટિક્સ સામે કાર્યવાહી કરનાર વિભાગના જ અધિકારીની સંડોવણી બહાર આવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

15 દિવસ અગાઉ SMCએ માદક પદાર્થોની બાતમીના આધારે રેડ કરી હતી

માહિતી અનુસાર, આશરે 15 દિવસ અગાઉ SMCએ માદક પદાર્થોની બાતમીના આધારે રેડ કરી હતી. રેડ બાદ કરવામાં આવેલી તપાસ દરમિયાન SOGના ASI લક્ષ્મી દેસાઈની નાર્કોટિક્સ કેસમાં સંડોવણી સામે આવી હતી, જેના આધારે તેમને ઝડપી લેવામાં આવ્યા છે.

સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો

ઉલ્લેખનીય છે કે રાજ્યના ગૃહમંત્રી દ્વારા ડ્રગ્સના દુષણને દૂર કરવા માટે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે નાર્કોટિક્સ સામે કામગીરી કરનાર SOG વિભાગના અધિકારીની ધરપકડ થવાથી સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.

ASIની વધુ પૂછપરછ

હાલ SMC દ્વારા આરોપી ASIની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને નાર્કોટિક્સ નેટવર્ક અંગે વધુ ખુલાસાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વડોદરા રેલવે સ્ટેશન પરથી હેરાઇન પકડાયું હતું

એસએમસી દ્વારા મળેલી માહિતી મુજબ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા નાર્કોટીક્સનો ગુનો નોંધાયો હતો જેમાં વડોદરા રેલવે સ્ટેશન પરથી 239 ગ્રામ 940 મિલીગ્રામ હેરોઇન (કિંમત 4798900 રુપિયા) તથા અન્ય સાધનો મળીને 4807090 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ ગુનામાં આરોપી અમરીકસિંઘ ઉર્ફે સોનુ સરવણસિંઘ દિલીપસિંઘ મલ્હી ( છાણી જકાતનાકા)ને ઝડપી લેવાયો હતો જ્યારે હેરોઇનનો જત્થો સપ્લાય કરનારા આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો

લક્ષ્મીકાંતની અમરીકસિંઘ સાથે સીધી ગુનાહીત સંડોવણી જણાઇ 

દરમિયાન એસએમસીની તપાસમાં શહેર એસઓજી બ્રાન્ચમાં ફરજ બજાવતા એએસઆઇ લક્ષ્મીકાંત ભીખુભાઇ દેસાઇ (રહે, સનમિલન સોસા.સુભાનપુરા)ની હેરોઇન સાથે ઝડપાયેલા આરોપી અમરીકસિંઘ સાથે સીધી ગુનાહીત સંડોવણી જણાઇ આવી હતી, જેથી તેની આજે ધરપકડ કરાઇ હતી. 

એએસઆઇ લક્ષ્મીકાંતની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી

પોલીસે જણાવ્યું કે એએસઆઇ લક્ષ્મીકાંતની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરાઇ છે અને તેની તપાસ એસએમસીના પીએસઆઇ ડી.એ.તુવર દ્વારા ચલાવાઇ રહી છે. તપાસમાં અન્ય કોઇની સંડોવણી હશે તે તેની સામે પણ કાર્યવાહી કરાશે.

તેનો પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે ડીઓ પણ થયેલો 

પોલીસ કર્મચારી લક્ષ્મીકાંત અગાઉ ડીસીબીમાં ફરજ બજાવતો હતો તે દરમિયાન ગેરકાયદેસર અસામાજીક પ્રવૃત્તીઓનો વહિવટ કરતા હોવાના મળેલા પુરાવાના આધારે તેનો પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે ડીઓ પણ થયેલો હતો


આ પણ વાંચો----   Banaskantha : પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મચ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડાયો