calendar_todayOctober 16, 2026
Vallabh vidyanagar : SP યુનિવર્સિટીમાં ઉદ્યોગ સાહસિક્તા કાર્યક્રમ યોજાયો
સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના વિદ્યાર્થી સ્ટાર્ટઅપ અને ઇનોવેશન કાર્યક્રમ એસપીયુ-એસએસઆઇપી-નવધારા તથા સરદાર પટેલ સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલ એસપીએસઇસી દ્વારા નિર્માણ-2026 યુવાનોને આત્મનિર્ભર ભારત તરફ સશક્ત બનાવવાની દિશામાં હતું. યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ.નિરંજન પટેલની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ 2026 હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગો અને મહાવિદ્યાલયોના 600 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ શરૂ કરવાની માહિતી, વિચારને નવીનતામાં નવીનતાને પ્રયોગમાં અને પ્રયોગને સફળ સાહસમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય તે અંગે વ્યવહારૂ દિશા આપવામાં આવી હતી. આ પ્રસંગે કુલપતિએ યુનિવર્સિટીમાં વિકસતા નવીનતા અને સ્ટાર્ટઅપ પર્યાવરણનો લાભ લઇ વિદ્યાર્થીઓને પોતાના વિચારોને સાકાર કરવા અને સમાજની વાસ્તવિક સમસ્યાઓના નવીન ઉકેલો શોધવા તથા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પોતાનો ફાળો આપવા આહવાહન કર્યુ હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો