android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Valsad : મહિલા વ્યાજખોર નીલમની પોલીસે કરી ધરપકડ, 27 હજાર સામે 91 વસૂલવા છતાં વધુ પૈસા માગી ધમકી આપી હતી

calendar_todayFebruary 11, 2026

Valsad : મહિલા વ્યાજખોર નીલમની પોલીસે કરી ધરપકડ, 27 હજાર સામે 91 વસૂલવા છતાં વધુ પૈસા માગી ધમકી આપી હતી

વલસાડ સિટી પોલીસે મહિલા વ્યાજખોર સામે કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે. આરોપી વ્યાજખોર મહિલા નીલમે 27,000ની લોન સામે રૂ. 91,000 વસૂલ્યા હોવા છતાં પીડિતાને વધુ રૂપિયા માટે ધમકી આપ્યાનો આરોપ છે.

પીડિતાએ પોલીસમાં ફરિયાદ કરી

આ મામલે પીડિતા ભાવિનીબેન ગણેશભાઈ પટેલ, જે GRD સભ્ય છે, તેમણે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, જરૂરિયાત હોવાને કારણે તેમણે આરોપી નીલમ પાસેથી રૂ. 27,000 વ્યાજે લીધા હતા. આરોપીએ અગાઉથી જ રૂ. 50,000નો સિક્યુરિટી ચેક પણ લખાવી લીધો હતો.

 વધુ પૈસા માગી ધમકી આપી

લોનની રકમ કરતાં અનેકગણી રકમ વસૂલ્યા બાદ પણ વધુ પૈસા માગી ધમકી આપતાં પીડિતાએ પોલીસનો સહારો લીધો હતો. ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મહિલા વ્યાજખોર નીલમની ધરપકડ કરી છે.


આ પણ વાંચો----     Surendranagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં AAPને મોટો ઝટકો, રાજુ કરપડાએ AAP માંથી રાજીનામું આપ્યું