android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Valsad: વાપી રોડ પર ટ્રકે અડફેટે લઈ મોપેડને 300 ફૂટ સુધી ઘસડી, ચાલકનું મોત

calendar_todaySeptember 6, 2026

Valsad: વાપી રોડ પર ટ્રકે અડફેટે લઈ મોપેડને 300 ફૂટ સુધી ઘસડી, ચાલકનું મોત

નાનાપોંઢા વાપી રોડ પરથી પસાર થઈ રહેલી ટ્રકના ચાલકે ધરમપુરની મોપેડને અડફેટે લીધા બાદ ટ્રકમાં ભેરવાઈ પડેલી મોપેડને 300 ફૂટ ઘસડી હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત મોપેડચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ધરમપુર તાલુકાના બોપી ખામદહાડ સામના ઝોડાર ફળિયા નિવાસી મયૂરભાઈ મશજીભાઈ રાઉત સેલવાસ સ્થિત વેસ્ટન કંપનીમાં 7 માસથી જ મજૂરી કામ કરતા હતા. શનિવારે સાંજે મયૂર મોપેડ (નંબર જીજે 15 બીઆર 0959) લઈને નાનાપોંઢા વાપી રોડ પરથી પસાર થઈ રહેલી ટ્રક (નંબર ટીએન 28 બીકે 4329)ના ચાલકે મયૂરભાઈના મોપેડને ટક્કર મારી હતી. આ સાથે જ ટ્રકમાં ભેરવાઈ પડેલી મોપેડ રોડ ઉપર આશરે 300 ફૂટ ઘસડાઈ હતી. આ અકસ્માતમાં મોપેડચાલક મયૂરને ગંભીર ઇજા થતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસમાત સર્જનાર ટ્રકને અટકાવવા સ્થાનિક રહીશોએ પીછો કરતા, ટ્રકચાલક ટ્રક રોડ પાસે પાર્ક કરીને ફરાર થઈ ગયો હતો. ટ્રકની પાછળ દોડેલા લોકોએ ટ્રકમાં સવાર ક્લીનરને ઝડપી પાડયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો