android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Valsad: કુંભઘાટ અકસ્માતમાં જીવ ગુમાવનાર 7 લોકોના પરિવારોને 28 લાખની સહાય, ધારાસભ્ય જીતુ ચૌધરીએ કર્યું પ્રમાણપત્ર વિતરણ

calendar_todayMarch 31, 2026

Valsad: કુંભઘાટ અકસ્માતમાં જીવ ગુમાવનાર 7 લોકોના પરિવારોને 28 લાખની સહાય, ધારાસભ્ય જીતુ ચૌધરીએ કર્યું પ્રમાણપત્ર વિતરણ

કપરાડા તાલુકાના કુંભઘાટ પાસે ગત 20 ફેબ્રુઆરીના રોજ કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 7 લોકોએ અકાળે જીવ ગુમાવ્યા હતા. આ હૃદયદ્રાવક ઘટના બાદ શોકમગ્ન પરિવારોની મદદે રાજ્ય સરકાર આગળ આવી છે. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીની સતત રજૂઆતો અને પહેલને પગલે મુખ્યમંત્રી રાહત નિધિ (C.M. Relief Fund) માંથી કુલ 28 લાખની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે.

ધારાસભ્યના હસ્તે સહાય વિતરણ

આજરોજ ધારાસભ્ય જીતુ ચૌધરી દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને બોલાવીને આ સહાયના પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, અકસ્માતમાં ગયેલા જીવને પાછા લાવી શકાતા નથી, પરંતુ સરકાર અને જનપ્રતિનિધિ તરીકે અમારી ફરજ છે કે આવા કપરા સમયે પરિવારને આર્થિક ટેકો મળી રહે.

ઘટનાની વિગત

ઉલ્લેખનીય છે કે, કુંભઘાટમાં ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલી આ ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ અથવા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વલસાડ જિલ્લાને હચમચાવી દીધો હતો. રાજ્ય સરકારની આ સહાયથી આર્થિક રીતે નબળા પરિવારોને જીવન નિર્વાહમાં મદદ મળશે.

આ પણ વાંચો:Surat: લૂંટ અને હત્યાના ગુનામાં નાસતો ફરતો રીઢો ગુનેગાર મરોલીથી ઝડપાયો, 7 ગંભીર ગુનામાં હતો વોન્ટેડ