calendar_todayJanuary 3, 2026
Valsad Accident Video: નશાખોર ટેમ્પો ચાલકે સર્જ્યો અકસ્માત
વલસાડમાં નશાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આવામાં નશાખોર લોકો નશો કરીને બેફામ વાહન ચલાવીને અકસ્માત સર્જતા હોય છે. આવો જ એક કિસ્સો ફરી સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની મળતી વિગતો અનુસાર, વલસાડ ધરમપુર રોડ પર એક નશાખોર ટેમ્પો ચાલકે એક બાઈક ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જે કારણે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.
અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો
વલસાડ-ધરમપુર રોડ પર એક ટેમ્પો ચાલકે રોડ પર ચાલી રહેલી બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે કારણે સ્થાનિક લોકો દ્વારા બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટનાનો વીડિયો એક બાઈક ચાલક દ્વારા ઉતારવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
https://x.com/sandeshnews/status/2007314033561743512
અકસ્માતની સમગ્ર ઘટના લાઈવ કેમેરામાં કેદ થઈ
નશાખોર ટેમ્પો ચાલકની ડ્રાઈવિંગ શંકાસ્પદ રીતે વાહન ચલાવવાના કારણે પાછળ ચાલી રહેલા બાઈક ચાલક દ્વારા વીડિયો બનાવવામાં આવ્યો હતો. જે કારણે આ અકસ્માતની સમગ્ર ઘટના લાઈવ કેમેરામાં કેદ થઈ હતી. આ વીડિયોમાં દારૂના નશામાં ચૂર ટેમ્પો ચાલક બાઈક ચાલકને ટક્કર મારતો જોવા મળી રહ્યો છે. હાલ પોલીસ દ્વારા આ વીડિયોના આધારે ટેમ્પો ચાલક સામે કડક કાર્યવાહી કરવાની અને તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.