android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Valsad News: વલસાડના અતુલની પાર નદીમાં 20 વર્ષીય યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યુ

calendar_todayJanuary 1, 2026

Valsad News: વલસાડના અતુલની પાર નદીમાં 20 વર્ષીય યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યુ

વલસાડ જિલ્લાના અતુલ નજીકથી પસાર થતી પાર નદીમાં એક યુવકે ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.યુવકે શા કારણે નદીમાં છલાંગ લગાવી છે. તેની પાછળનું કારણ હજુ પણ અકબંધ છે.પોલીસે હાલ લાશનો કબજો લઇને વધુ તપાસ હાથ ધરી છે.

20 વર્ષીય યુવકે નદીમાં લગાવી છલાંગ

મળતી માહિતી મુજબ, વલસાડના અતુલ વિસ્તારમાં આવેલી પાર નદીના પુલ પરથી એક યુવકે અચાનક નદીમાં છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ તરવૈયાઓએ યુવકના મૃતદેહને પાણીની બહાર કાઢ્યો હતો.

આત્મહત્યા પાછળનું કારણ અકબંધ

મૃતકની ઓળખ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક યુવકની ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી. તે વાપીની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આટલી નાની ઉંમરે આશાસ્પદ યુવકે આવું અંતિમ પગલું કેમ ભર્યું, તેને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે. હજુ સુધી આત્મહત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

પોલીસ કાર્યવાહી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવક ક્યાંનો રહેવાસી હતો અને તેણે કયા માનસિક તણાવ કે મુશ્કેલીમાં આવીને આ પગલું ભર્યું, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. યુવકના પરિવારજનોની પૂછપરછ બાદ આ મામલે વધુ ખુલાસો થવાની શક્યતા છે.