android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Valsad News: ઉમરગામમાં ભયંકર અકસ્માત, સ્વિફ્ટ કાર ઝાડ સાથે અથડાતા 3 યુવાનોના મોત, 2ની હાલત ગંભીર

calendar_todaySeptember 18, 2026

Valsad News: ઉમરગામમાં ભયંકર અકસ્માત, સ્વિફ્ટ કાર ઝાડ સાથે અથડાતા 3 યુવાનોના મોત, 2ની હાલત ગંભીર

વલસાડ જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક ભયંકર અકસ્માત સર્જાતા વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ભીલાડ તરફથી ઉમરગામ તરફ જઈ રહેલી એક સ્વિફ્ટ કાર મોડી રાત્રે અચાનક અનિયંત્રિત થઈને માર્ગ પરના એક ઝાડ સાથે જોરભેર અથડાઈ હતી, જેના કારણે આ ગઝબની દુર્ઘટના ઘટી હતી.

3 યુવકોના ઘટના સ્થળે જ મોત, 2 ગંભીર રીતે ઘાયલ

આ અકસ્માત એટલો ભીષણ હતો કે, કારમાં સવાર ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. જ્યારે આ ભયાનક ટક્કરમાં અન્ય બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Valsad News: Three Youths Dead in Swift Car Accident in Umargam

મૃત્યુ પામેલા ત્રણેય યુવકો ઉમરગામના જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. ઘાયલ થયેલા બંને યુવાનોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Valsad News: Three Youths Dead in Swift Car Accident in Umargam

પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી

અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ મોડી રાત્રે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાથી સમગ્ર ઉમરગામ પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

Valsad News: Three Youths Dead in Swift Car Accident in Umargam


આ પણ વાંચો: Valsad : ધરમપુરમાં જંગલ જમીન મુદ્દે ખેડૂતોને આપેલી નોટિસો દફતરે કરવા માંગણી