android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vav Tharad : થરાદમાં 16 વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ, આરીફશા ફકીરે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હતો

calendar_todayFebruary 21, 2026

Vav Tharad : થરાદમાં 16 વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ, આરીફશા ફકીરે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હતો

વાવ-થરાદ જિલ્લાના વાવ શહેરના યુવાન આરીફશા ફકીરે વ્યાજખોરના ત્રાસે આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસે 16 વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી.

 વાવના આરીફશા ફકીરે વ્યાજખોરો દ્વારા સતત ત્રાસ પામતા ૧૦ દિવસ પહેલા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. ઘટનામાં મૃતકની પત્નીએ 16 શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પૈસાની લેતી-દેતીમાં પઠાણી ઉઘરાણી કરતા

સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવક પાસેથી કેટલાક શખ્સો પૈસા માંગતા અને લેતી-દેતીમાં પઠાણી ઉઘરાણી કરતા હતા. યુવાને આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ પણ લખી હતી.

પોલીસ કાર્યવાહી

થરાદ પોલીસે મૃતકની પત્ની દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે 16 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો----   Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો