android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vav Tharad: પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહેલી એજન્સીને ફટકારાયો 70 લાખનો દંડ, અધિકારીની લાલ આંખ

calendar_todaySeptember 9, 2026

Vav Tharad: પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહેલી એજન્સીને ફટકારાયો 70 લાખનો દંડ, અધિકારીની લાલ આંખ

વાવ-થરાદ પંથકના સરહદી ગામડાઓમાં પીવાનું પાણી સમયસર અને પૂરતા જથ્થામાં પહોંચાડવામાં નિષ્ફળ નીવડેલી પાણી પુરવઠા એજન્સી સામે જિલ્લા પાણી પુરવઠા વિભાગે આકરું વલણ અપનાવ્યું છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા સતત પાણી ન મળવાની ફરિયાદો ઉઠ્યા બાદ તંત્ર દ્વારા આ કડક કાનૂની અને દંડાત્મક પગલું ભરવામાં આવ્યું છે.

ગેરકાયદે કનેક્શનો અને ઢીલી નીતિ સામે કાર્યવાહી

વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે પાણીના કનેક્શનો હોવા છતાં તેને રોકવામાં એજન્સી દ્વારા સતત ઢીલી નીતિ દાખવવામાં આવી રહી હતી. કાયદેસરના વપરાશકારો સુધી પાણી પહોંચાડવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતાં અને ગેરરીતિઓ ચાલુ રહેતાં જાહેર આરોગ્ય બાંધકામ વિભાગે કડક હાથે કામ લીધું છે.

એજન્સીને અત્યાર સુધીમાં કુલ 70 લાખ રૂપિયાનો દંડ

સરહદી ગામોમાં પાણીની સમસ્યા વિકટ બનતાં જિલ્લા પાણી પુરવઠા વિભાગે ભૂતકાળમાં પણ આ જ એજન્સી સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. છતાં સુધારો ન આવતાં, વારંવારની ગેરરીતિઓ અને બેદરકારી બદલ પાણી પુરવઠા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં આ એજન્સીને કુલ રૂ. 70 લાખનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે.

Vav Tharad News: Water Supply Agency Fined 70 Lakhs for Negligence

કાર્યપાલક ઈજનેર જી. એમ. રાણાનું નિવેદન

જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ (પાણી પુરવઠા વિભાગ), થરાદના કાર્યપાલક ઈજનેર જી. એમ. રાણાએ જણાવ્યા અનુસાર, પ્રજાને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે વિભાગની પ્રાથમિકતા છે. જે પણ એજન્સી પોતાની જવાબદારી યોગ્ય રીતે નહીં નિભાવે અથવા ગેરરીતિ આચરશે તેની સામે ભવિષ્યમાં પણ આવી જ આકરી કાર્યવાહી ચાલુ રહેશે.


આ પણ વાંચો: Vav Tharad News: દૈયપ ગામની શાળાના આચાર્ય સામે ગંભીર આક્ષેપ, 15 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું