calendar_todayMay 5, 2026
Vav Tharad : ગેનીબેન ઠાકોરના સમર્થનમાં SP કચેરીએ પહોંચેલા કોંગ્રેસ આગેવાનો અને પોલીસ વચ્ચે ઝપાઝપી,
વાવ અને થરાદ પંથકમાં રાજકીય વાતાવરણ ઉગ્ર બન્યું છે. ગેનીબેન ઠાકોરના સમર્થનમાં આવેદનપત્ર આપવા ગયેલા જિલ્લા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.
મહિલા કાર્યકરો સાથે ગેરવર્તનનો આક્ષેપ
કોંગ્રેસના આગેવાનોએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે પોલીસ દ્વારા કોંગ્રેસના મહિલા કાર્યકરો સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના ટોચના આગેવાનો તાત્કાલિક એસપી કચેરીએ દોડી ગયા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું.
પોલીસકર્મી સામે કાર્યવાહીની માગ
એસપી કચેરી ખાતે પહોંચેલા ગુલાબસિંહ રાજપૂત અને અન્ય નેતાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી કે, લોકશાહી ઢબે રજૂઆત કરવા આવેલા કાર્યકરો અને ખાસ કરીને મહિલાઓ સાથે આવું વર્તન સાંખી લેવામાં આવશે નહીં. જે પોલીસકર્મીઓએ ગેરવર્તન કર્યું છે અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે, તેમની સામે તાત્કાલિક અસરથી કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો---- West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન